<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે લીગલ સેલ ની ટીમ ખડે પગે

રાજકોટના અલગ અલગ RO,ARO ચૂંટણી અધિકારીશ્રીઓ તેમજ પોલીસ અધિકારીશ્રીઓને ટેલીફોનિક તેમજ લેખિત ફરિયાદોનો ધોધ

 રાજકોટ: મહાનગરપાલિકા ની ચૂંટણીનું મતદાન હોય રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા ચૂંટણીને લગતી તેમજ ચૂંટણીના દિવસે થતી ગેરરીતિઓ તેમજ ખોટી માથાકૂટો તેમજ ગેર રીતિ ની ફરિયાદ માટે એક ટીમ બનાવવામાં આવેલ છે જે ટીમ સવારના 7-00 કલાકથી શહેર ભાજપ કાર્યાલય "કમલમ "ખાતે હાજર રહી રાજ્ય ચૂંટણી આયોગ, રાજકોટના અલગ અલગ RO,ARO ચૂંટણી અધિકારીશ્રીઓ તેમજ પોલીસ અધિકારીશ્રીઓને ટેલીફોનિક તેમજ લેખિત ફરિયાદોનો ધોધ વહાવી રહેલ છે જેમાં પ્રદેશ ભાજપ લીગલ સેલ ના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ સિનિયર એડવોકેટ કિરીટભાઈ પાઠક અર્જુનભાઈ પટેલ ભાજપ લીગલ સેલના સહ-સંયોજક કમલેશભાઈ ડોડીયા , અજયભાઈ જોશી આબિદભાઈ શોષન જયસુખભાઈ બારોટ દિલસુખભાઈ રાઠોડ ,નૃપેનભાઈ ભાવસાર, મુકેશભાઈ પીપળીયા યસ ચોલેરા મનનભાઈ ભીમાણી હુસેન હેરંજા વિગેરે તસવીરમાં જોવા મળે છે.

(1:43 PM IST)