હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી રાધેક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીવન સાથી પસંદગી મેળોઃ લેઉવા પટેલ તથા કડવા પટેલ સમાજનાં ૩૦૦થી વધુ દિકરા-દિકરીઓની પરિવાર સાથે ઉપસ્થિતી

રાજકોટઃ શ્રી રાધેક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજનાં દિકરા-દિકરીઓ માટે જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું.
આ જીવન સાથી પસંદગી મેળામાં યુવક માટે વય મર્યાદા ૨૫ થી ૫૦ વર્ષ અને યુવતિઓ માટે વય મર્યાદા ૨૫ થી ૪૫ની રાખવામાં આવેલ હતી સમસ્ત ગુજરાત અને અન્ય રાજ્યમાં વસતા પાટીદાર સમાજનાં ડીવોંસી (છુટાછેડા) તથા વિધુર (વિધવા) તેમજ કુંવારા દિકરા-દિકરીઓ ઉપરોકત વય મર્યાદા મુજબ ઉત્સાહભેર હાજર રહેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ જીવન સાથી પસંદગી મેળામાં મેગા સીટી બેંગ્લોર તથા રાજકોટ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી સુરત, અમદાવાદ, ભાવનગર,નવસારી, બીલીમોરા, જામનગર નિવાસ ધરાવતા ઉમેદવારો હાજર રહેલ, જે લોકો બહારગામથી આવેલ તેમના માટે ટ્રસ્ટ દ્વારા રાત્રી રોકાણની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.કુલ૩૦૦ થી વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
જીવન સાથી પસંદગી મેળાનું દિપપ્રાગટય અને ઉદઘાટક જાણીતા ઉદ્યોગપતિ શ્રી મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ), ખોડલધામ-ટ્રસ્ટી શ્રી મેહુલભાઈ ખાખરીયા તથા ટ્રસ્ટી મંડળનાં હસ્તે થયેલ.
ટ્રસ્ટી મંડળ દ્વારા મૌલેશભાઈ ઉકાણીનું અને તેમજ ટ્રસ્ટનાં પ્રમુખશ્રી અરવિંદભાઈ લક્કડનું શાલ ઓઢાડીને અદકેરું સન્માન જામનગરના શ્રી પ્રફુલભાઈ અને શ્રીમતિ કુસુમબેન ગોકાણી તથા શ્રી કેતનભાઈ કારીયા દ્વારા કરવામાં આવેલ આ ઉપરાંત ટ્રસ્ટ મંડળની બહેન શ્રીમતિ ભારતીબેન ગોદળકા તથા શ્રીમતિ હેતલભાઈ ત્રિવેદી દ્વારા શાલ ઓઢાડી સન્માનીત કરેલ હતા. શાબ્દીક સ્વાગત ટ્રસ્ટનાં ઉપપ્રમુખ શ્રીમતિ બીનાબેન કેતનભાઈ કારીયાએ કરેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રાધેક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટનાંપ્રમુખ શ્રી અરવિંદભાઈ લક્કડ(મો.૭૫૬૭૬ ૭૨૫૨૬),ઉપપ્રમુખશ્રીમતિ બીનાબેન છે. કારીયા, મંત્રીશ્રી ભારતીબેન ગોદળકા, ટ્રસ્ટીશ્રી ચેતનભાઈ સોલંકી, કેતનભાઈ કારીયા, અશોકભાઈ બોરડ, અશોકભાઈ મેઘાણી, રણછોડભાઈ ડોબરીયા, ભગીરથભાઈ મકવાણા, ચંદ્રકાંતભાઈ ભીમાણી, સતીષભાઈ ઘાડીયા, ભરતભાઈ પનારા, નાથાભાઈ પટેલ - ટંકારાવાળા, અમીતભાઈ સોજીત્રા આ ઉપરાંત મહીલા ટીમનાં રમાબેન લક્કડ, જીંકલબેન પટેલ, ભાવનાબેન બાંભરોલીયા, બુમીબેન પટેલ, હેતલબેન ત્રિવેદી, મનીષાબેન પટેલ સહીતનાં અન્ય બહેનોએ ઉપરાંત જહેમત ઉઠાવેલ હતી.










