તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
વિકાસનો પ્રકાશ ગ્રામ્ય વિસ્તારો સુધી પથરાયોઃ સંજય પીપળીયા
રાજકોટ જીલ્લાના પ્રજાજનોને પંચાયત પ્રમુખની શુભેચ્છા

રાજકોટ, તા.૭: જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના સમર્પિત કાર્યકર્તા શ્રી સંજયભાઈ પીપળીયાએ રાજકોટ જિલ્લાની સમગ્ર ગ્રામ્ય જનતાને દીપોત્સવી પર્વ અને નૂતન વર્ષની અત્યંત હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
તેમણે જણાવ્યું હતું કે, દીપાવલી માત્ર એક તહેવાર નથી, પરંતુ અંધકાર પર પ્રકાશની, અજ્ઞાન પર જ્ઞાનની અને નિરાશા પર આશાની વિજયગાથા છે. દીવાનો તેજસ્વી પ્રકાશ જેમ અંધકારને દૂર કરે છે, તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વ અને શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ અને હર્ષ સંઘવીની ડબલ એન્જિનની સરકારના અવિરત પ્રયત્નોથી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસનો પ્રકાશ પહોંચી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘરના આંગણે છત, જલ જીવન મિશન દ્વારા ઘરના આંગણે નિર્મળ પાણી, ઉજ્જવલા યોજના દ્વારા રસોડામાં સ્વચ્છ ઇંધણ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા ગામોને મુખ્ય પ્રવાહ સાથે જોડતા માર્ગો અને સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સ્વચ્છતાનો સંસ્કાર, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના આરોગ્ય સેવાઓ, આ બધું જ ગ્રામ્ય જીવનમાં નવો ઉજાસ લાવી રહ્યું છે
(3:08 PM IST)










