<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

લાયન્‍સ ઇન્‍ટરનેશનલ-સોૈરાષ્‍ટ્ર કચ્‍છના હોદે્‌દારોનો પદગ્રહણ સમારોહ

પૂર્વ ગવર્નરો અને દાતાઓનું સન્‍માન, પાંચ નવી કલબ બનશે, યંગ વીંગનો પણ શપથ સમારોહ

રાજકોટઃ વિશ્‍વની સોૈથી મોટી ૧૦૮ વર્ષથી સેવા પ્રવૃત્તિથી કાર્યરત લાયન્‍સ ક્‍લબસ ઇન્‍ટરનેશનલની સોૈરાષ્‍ટ્ર કચ્‍છ ટેરિટરીથી બનેલ ડિસ્‍ટ્રિકટ ૩૨૩૨-જેના પદાધિકારીઓનો શપથ ગ્રહણ સમારોહ રાજકોટના આંગણે ટ્રીટ રિસોર્ટ ખાતે ૧૯ જુલાઇ, સવારે ૧૦:૧૫ વાગ્‍યાથી યોજાશે.

સેવાકીય સંસ્‍થા લાયન્‍સ ઇન્‍ટરનેશનલ આજે ૨૦૦થી વધુ દેશો અને ભોૈગોલિક વિસ્‍તારોમાં કાર્યરત છે. સંસ્‍થા આરોગ્‍ય, શિક્ષણ, પર્યાવરણ, યુવા સશક્‍તિકરણ, મહિલા કલ્‍યાણ અને અન્‍ય અનેક માનવતાલક્ષી સેવાકીય કાર્યો દ્વારા સમાજમાં નોંધપાત્ર યોગદાન આપી રહી હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

લાયન્‍સ ઇન્‍ટરનેશનલ સોૈરાષ્‍ટ્ર કચ્‍છના ડિસ્‍ટ્રિકટ ગવર્નર તરીકે ડો.હાર્દિક મહેતાના હોંગકોંગ ખાતે શપથ ગ્રહણ સંપન્ન થયા પછી સોૈરાષ્‍ટ્ર-કચ્‍છની તેમની કેબિનેટના તમામ હોદે્‌દારો રવિવારે યોજાનાર શપથ ગ્રહણ સમારોહ‘‘ધી ઓથ-કર્તવ્‍યમ પ્રથમમ''માં વિધવત્‌ શપથ લઇને નવા સેવાવર્ષ માટેની જવાબદારી સંભાળશે.

સમારોહમાં ઇન્‍સ્‍ટોલિંગ ઓફિસર તરીકે હૈદરાબાદથી લાયન્‍સ ઇન્‍ટરનેશનલના પૂર્વ ઇન્‍ટરનેશનલ ડિરેકટર સુનિલકુમાર સમગ્ર કેબિનેટને શપથ લેવડાવશે. કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે મેયર ડો.નેહલ શુકલ, ડેપ્‍યુટીકમિશનર ઓફ પોલીસ (ડીસીપી) જગદીશ બાંગરવા તથા પૂર્વ મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય ઉપસ્‍થિત રહેશે.

સમારોહના ઇન્‍સ્‍ટોલેશન કોઓર્ડિનેટર અને ગુજરાત લાયન્‍સના કમિટી ચેરમેન  દિવ્‍યેશ સાકરીયાએ જણાવ્‍યું કે આ કાર્યક્રમમાં સમગ્ર સોૈરાષ્‍ટ્ર-કચ્‍છની લાયન્‍સ તથા લિયો કલબોના સભ્‍યો ઉપસ્‍થિત રહી નવા વર્ષની શરૂઆતના આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનશે.

સમારોહને સફળ બનાવવા માટે આયોજન સમિતિના સભ્‍યો વિમલ ઘોરેચા, સંજય કલકાણી, ભરત પટેલ, નીરજ અઢિયા, ચેતન વ્‍યાસ, અચ્‍યુત પટેલ, ગિરીશ અકબરી, વિનોદ ઠક્કર, કિશોર વઘાસીયા, ઉમેશ ભલાણી, નિકુંજ ખાંધેડીયા, રાકેશ બદ્રકીયા, હરસુખ ડોબરીયા, સમીર ખીરા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી માટે મો. ૯૪૨૭૧ ૫૭૫૦૭ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના એક્‍ઝીકયુટીવ એડીટર અને વેબએડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે ડો. હાર્દિક મહેતા, દીવ્‍યેશ સાકરીયા, સંજય કલકાણી, વિમલ ધોરેચા, ચેતન વ્‍યાસ, ઉમેશ ભાલાણી, નિકુંજ ખંધેડીયા નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા) 

(2:27 PM IST)