<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

જાહેર ટ્રસ્‍ટોએ ઓડિટ હિસાબ સમયસર રજૂ કરી દેવા યાદી

 

રાજકોટ, તા. ૪ : જાહેર ટ્રસ્‍ટોની નોંધણી કચેરી, રાજકોટના નાયબ ચેરીટી કમિશ્નરશ્રીની યાદીમાં જણાવેલ છે કે, જે ટ્રસ્‍ટોના તા. ૩૧.૦૩.ર૦ર૬ કે તે અગાઉના વર્ષની ફાળાની રકમ ભરવાની બાકી હોય તથા ઓડિટ હિસાબ રજુ કરવાના બાકી હોય તેવા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓએ તત્‍વરે ફાળાની બાકી રકમ ચેક/ડિમાન્‍ડ ડ્રાફટ/રોકડા દ્વારા નાયબ ચેરીટી કમિશ્નર રાજકોટના નામે જાહેર ટ્રસ્‍ટોની નોધણી કચેરી, જામ ટાવર પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે ભરી જવા તથા બાકી હિસાબો રજુ કરી જવા જણાવવામાં આવે છે. અન્‍યથા સાર્વજનિક ટ્રસ્‍ટ (ગુજરાત) એકટની કલમ-પ૯ અન્‍વયે યોગ્‍ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ પૃથ્‍વીરાજસિંહ બી. જાડેજા, ઇ/ચા નાયબ ચેરીટી કમિશ્નર, રાજકોટની યાદીમાં જણાવાયું છે

(3:51 PM IST)