તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
એકલા રહેતાં સાજીદભાઇનો ગળાફાંસો ખાઇ લઇ આપઘાત
હનુમાન મઢી પાસે અલ્કાપુરી સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૩૦: રૈયા રોડ હનુમાન મઢી પાછળ અલ્કાપુરીમાં રહેતાં એક પ્રોૈઢ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં વિસ્તારમાં માતમ છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ હનુમાનમઢી પાસે અલ્કાપુરી સોસાયટી શેરી નં. ૨માં રહેતાં સાજીદભાઈ અલીભાઇ મકવાણા (ઉ.વ.૪૯) ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. ૧૦૮ને જાણ થતાં ટીમ પહોંચી હતી. ઇએમટી તબીબ ચાંદનીબેન ભુતે તપાસ કર્યા બાદ સાજીદભાઇને મૃત જાહેર કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી. બી. પટેલ અને રાઇટર ધર્મેશભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સાજીદભાઇ એકલા જ રહેતાં હોઇ એકલવાયા જીવનથી કંટાળીને પગલુ ભરી લીધાની શક્યતા છે. હાલ સાજીદભાઇ કોઈ કામ ધંધો કરતા નહોતા. તેમના એક સંબંધીએ સાજીદભાઈને ફોન કર્યો હતો, પણ ફોન રીસીવ ન થતાં તેમણે રૂબરૂ ઘરે આવી તપાસ કરતાં આ ઘટના જાહેર થઇ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(4:05 PM IST)










