તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Wednesday, 4th November 2026
સદગુરુ સોસાયટીના ચેક રીટર્ન કેસમાં લોન ડિફોલ્ટરને એક વર્ષની સજા અને વળતર ચૂકવવા આદેશ

રાજકોટ, તા.૪: શ્રી સદગુરુ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી લીધેલી લોન ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે લોન ડિફોલ્ટરને એક વર્ષની સાદી કેદની સજા અને ૧.૭૦ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરમાં રહેતા શ્યામ સમીરભાઈ જાવિયા નામના યુવાને સભાસદ દરજ્જે શ્રી સદગુરુ કો ઓપરેટી સોસાયટીમાંથી લોન લીધી હતી.જે લોન ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ બાકીદારને વકીલ મારફતે નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદી મંડળીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા ટાકેલા ચુકાદાઓને ધ્યાને લઈ એડી. ચીફ જયુડી. મેજી.એ શ્યામ જાવીયા ને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની કેદ અને ૧.૭૦ લાખનું વળતર ફરીયાદીને ૩૦ દિવસમાં ચુકવવાનો હુકમ કરવામાં આવેલ છે અને તેમા નિષ્ફળ જાય તો વધુ બે માસની સજાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે દિવ્યેશ એ.રૂડકિયા, દર્શિત બી.સોલંકી, દર્શિત સી.પાટડિયા અને ધર્મીલ વી.પોપટ રોકાયેલ હતા.
(2:38 PM IST)










