<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

રોડ-રસ્‍તા પ્રશ્ને સ્‍થાનિકોમાં રોષ

રાજકોટઃ ચૂંટણી પૂર્વે વોર્ડ નં. ૯ માં ઉગ્રવિરોધ પ્રદર્શન કર્યુ. શહેરમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી પહેલા જ લોકોમાં અસંતોષ દેખાઈ રહ્યો છે. મતદાનના થોડા દિવસો બાકી હોવા છતાં વોર્ડ નંબર ૯માં સ્‍થાનિકોએ અનોખી રીતે થાળી વગાડી વિરોધ નોંધાવ્‍યો હતો. સ્‍થાનિકોનું કહેવું છે કે વર્ષોથી વિસ્‍તારમાં રોડ-રસ્‍તાની કોઈ યોગ્‍ય સુવિધા આપવામાં આવી નથી, જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સાથે જ ગંદકીની સમસ્‍યા પણ કાયમી બની ગઈ છે, જેના કારણે આરોગ્‍ય અંગે ચિંતાઓ ઊભી થઈ રહી છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેટરો જવાબદારી ટાળતા કહે છે કે વિસ્‍તાર કલેક્‍ટર હેઠળ આવે છે, પરંતુ ચૂંટણી સમયે મત માંગવા માટે તેઓ આવી પહોંચે છે. સ્‍થાનિકોનું કહેવું છે કે મહાનગર પાલિકા સમયસર વેરો વસૂલ કરે છે, છતાં પણ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્‍ફળ રહી છે. ચૂંટણી પહેલાં ઉગ્ર બનતો આ વિરોધ રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

(2:46 PM IST)