<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

સરકારી શાળાઓને તાળા અને ખાનગી શાળાઓને પ્રોત્‍સાહન

સરકારની બેધારી નીતિ સામે રમેશ ડૈયાનો આક્રોશ

રાજકોટ તા. ૧૦ : શહેર કોંગ્રેસ એસ.સી. ડીપાર્ટમેન્‍ટના ચેરમેન રમેશ ડૈયાએ એક યાદીમાં જણાવ્‍યુ છે કે આજની સરકારનો મુખ્‍ય એજન્‍ડા ગ્રામીણ ભારતીયોને શૈક્ષણિક પછાત રાખીને માનસીક ગુલામ બનાવવાનો હોય તેવુ સ્‍પષ્‍ટ થઇ રહ્યુ છે.

એક તરફ સરકાર ગામડાઓમાં સરકારી શાળાઓને તાળાબંધી કરી રહી છે. બીજી તરફ શહેરોમાં અને ગામડાની નજીક હોય તેવા મોટા ગામોમાં ખાનગી શાળાઓને પ્રોત્‍સાહન આપી રહી છે. આનો સીધો મતલબ એ નિકળે કે આર્થિક સુખી સંપન્‍ન નાગરિકોના બાળકો અભ્‍યાસ કરે અને ગરીબો અભણ જ રહી જાય.

સરકારી શાળાઓને મૃતપાય તરફ ધકેલનાર સરકાર જ વળી પાછા પ્રવેશોત્‍સવના તાયફા પણ કરી જાણે છે. પણ ચિત્ર સામે જ છે કે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે વિદ્યા સહાયકોથી જ કામ ચલાવાય છે. આમ વિદ્યાર્થીઓ અને શિક્ષિત બેરોજગારોને સરેઆમ અન્‍યાય કરવામાં આવી રહ્યો છે.

રાષ્‍ટ્રીય સ્‍તરે ગ્રામીણ ભારતને શિક્ષણથી દુર રાખવાનું એક આંતરરાષ્‍ટ્રીય ષડયંત્ર હોય તેવુ ચિત્ર સ્‍પષ્‍ટ થઇ રહ્યાનું કોંગ્રેસ અગ્રણ રમેશ ડૈયા (મો.૯૯૭૯૯ ૦૮૩૦૩)એ યાદીના અંતમાં જણાવ્‍યુ છે.

(2:34 PM IST)