તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
લોધીકા તાલુકા સહકારી પરિવાર દ્વારા ગૌ.વા.વિઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે કાલે મહારકતદાન કેમ્પ

રાજકોટઃ હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે ત્યારે લોધીકા તાલુકા સહકારી પરિવાર (તાલુકા ભાજપ-લોધીકા) દ્વારા ગૌ.વા. વિઠલભાઈ રાદડિયાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી ડેકોરા ભવન, કિશાન ગેઇટ, જી.આઈ. ડી.સી., મેટોડા, રાજકોટ ખાતે તા.૨૯ બુધવારે બપોરે ૦૨ થી સાંજના ૦૬ વાગ્યા સુધી મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
મહારકતદાન કેમ્પમાં રક્તદાતાતા ઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા લોધીકા તાલુકા સહકારી પરિવાર (તાલુકા ભાજપ-લોધીકા) તથા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
(3:58 PM IST)










