તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
રાજકોટ ત્રિકોણ બાગ કા રાજાની મહાઆરતીમાં લોધિકા તાલુકા શિવસેનાના હોદ્દેદારો જોડાયા

(સલીમ વલોરા દ્વારા) લોધિકા, તા.૨૧: રાજકોટ ખાતે આવેલ ઙ્કસિદ્ધ ત્રિકોણ બાગ કા રાજા આ વર્ષે ૨૯મા વર્ષમાં મંગલ ઙ્કવેશ કરી રહ્યો છે. ત્યારે લોધિકા તાલુકા શિવસેનાના હોદ્દેદારો દ્વારા ત્રિકોણ બાગ કા રાજાના સંસ્થાપક જીમ્મીભાઈ અડવાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લોધિકા તાલુકા શિવસેના પ્રભારી રવિભાઈ ગોંડલિયા, પ્રમુખ ગૌરવ હંસોરા અશોકભાઈ વસોયા તથા જસ્મીનભાઈ પટેલ દ્વારા જીમ્મીભાઈ અડવાણીને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ શિવસેનાના હોદ્દેદારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન ગણપતિ બાપાની મહાઆરતીનો લાભ લીધો હતો. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત સૌએ ગણપતિ બાપાના આશીર્વાદ મેળવી સુખ, શાંતિ અને સમળદ્ધિની પ્રાર્થના કરી હતી.
(11:35 AM IST)










