<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

કલેકટરની હાજરીમાં લોધીકા તાલુકા સ્‍વાગત કાર્યક્રમઃ સબ રજીસ્‍ટ્રાર જમીન દફતરમાં ચેકીંગ

રાજકોટ તા. રરઃ નાગરિકોના પ્રશ્‍નોનું સ્‍થળ પર જ નિરાકરણ આવે અને સરકારી કામગીરીમાં પારદર્શિતા વધે તે હેતુથી રાજકોટ જિલ્લા કલેક્‍ટર ગઇકાલે લોધીકા દોડી ગયા હતા. નાગરિક સુવિધા તથા સરકારી કચેરીઓની કામગીરી અને  મહત્‍વપૂર્ણ આયોજનો અને નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. લોધિકા ખાતે કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને ‘‘તાલુકા સ્‍વાગત કાર્યક્રમ'' નું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં તાલુકાભરમાંથી આવેલા અરજદારો અને નાગરિકોએ પોતાના પડતર પ્રશ્‍નો અને રજૂઆતો કલેક્‍ટર સમક્ષ મુકી હતી.કલેક્‍ટર દ્વારા નાગરિકોની સમસ્‍યાઓને ધ્‍યાનપૂર્વક સાંભળીને તે પ્રશ્‍નોનો હકારાત્‍મક અને ઝડપી નિકાલ કરવામાં આવ્‍યો હતો.  કલેકટરે લોધિકા ખાતેની સબ રજીસ્‍ટ્રાર કચેરી તથા જમીન દફતર નિરીક્ષક કચેરી ની સ્‍થળ મુલાકાત લીધી હતી.તેમણે કચેરીના દફતરો, રજિસ્‍ટરો અને ચાલુ કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું. 

(2:08 PM IST)