હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st October 2026
જંકશન પ્લોટમાં લારી-રીક્ષાનો ત્રાસઃ ગંદકીથી સ્થાનીકો ત્રાહીમામ

રાજકોટ, તા.૨૧: જંકશન પ્લોટ શેરી નં.૧૫-૧૬ તેમજ આરોગ્ય કેન્દ્ર તથા ડાકબંગલા સ્કુલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજીની લારીવાળા,ફ્રૂટવાળા, રીક્ષાવાળા આખો દિવસ પડયા પાથર્યા જ રહે છે. રહેણાક વિસ્તારમાં ગંદકી ફેલાય છે. અકસ્માતનો ભય તથા ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાની સતત ચિંતા રહે છે. આ વિસ્તારમાં રહેતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તહેવારો ટાણેજ આ શાકભાજી-લારી ગલ્લા વાળાઓએ જંકશન પ્લોટ વિસ્તારને બાનમાં લઇ લીધો છે. તંત્ર કડક કામગીરી કરે તેવી તીવ્ર માંગણી ઉઠી છે. તેમ સામાજીક કાર્યકર્તા યોગેશ માખેચા એ જણાવ્યું છે.
(3:12 PM IST)










