<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

મચ્‍છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિનું રવિવારે સ્‍નેહમિલન, રંગોળી સ્‍પર્ધા

અખીલ મચ્‍છુ કઠીયા સઇ સુથાર સખી સહેલી મંડળનું આયોજન

રાજકોટ : અખીલ મચ્‍છુ કઠીયા સઇ સુથાર સખી સહેલી મંડળ - રાજકોટ (મહિલા સંચાલિત) દ્વારા આગામી તા. ર૯ રવિવારના રોજ રંગોળી સ્‍પર્ધા તેમજ સ્‍નેહ મિલનનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટમાં રહેતા તમામ મચ્‍છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિજનો હાજરી આપશે. રંગોળી સ્‍પર્ધામાં ભાગ લેનાર બહેનોને પુરસ્‍કાર આપી સન્‍માનીત કરવામાં આવશે. સ્‍થળ : રંભા માની વાડી, શાષાીનગર, શીતલ પાર્ક પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ. તસ્‍વીરમાં મીનાબેન જે. પીઠડીયા, અમીતાબેન પીઠડીયા, જયશ્રીબેન પીઠડીયા, હર્ષાબેન વાય. પીઠડીયા, દિપકભાઇ ચુનીલાલ પીઠડીયા, જીતુભાઇ પરમાર, યોગેશભાઇ પીઠડીયા, જયશ્રીબેન સોલંકી નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:04 PM IST)