<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

કેવડાવાડીના ૩૭ વર્ષિય સોની વેપારી માધવભાઇનું હૃદય બેસી જતાં મોત

રાતે હોસ્‍પિટલમાં ખસેડાયા પણ જીવ ન બચ્‍યોઃ ચાર બહેનના એકના એક ભાઇ હતાં

રાજકોટ તા. ૨: હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુની ઘટનાઓ કરૂણ સિલસિલો યથાવત રહ્યો છે. કેવડાવાડીમાં રહેતાં ૩૭ વર્ષના સોની વેપારી યુવાનનું હાર્ટએટેકથી મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ કેવડાવાડી-૮માં રહેતાં માધવભાઇ પ્રવિણભાઇ ધોરડા-સોન (ઉ.વ.૩૭)ને રાતે એકાદ વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં થોડીવારમાં બેભાન જેવા થઇ ગયા હતાં. સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ વહેલી સવારે તેમનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર માધવભાઇ ચાર બહેનના એકના એક ભાઇ હતાં. તેને સંતાનમાં એક દિકરી છે. જો કે છુટાછેડા થઇ ગયા હોઇ દિકરી તેના માતા સાથે રહે છે. માધવભાઇ ગુંદાવાડી હોસ્‍પિટલ સામે માધવ જ્‍વેલર્સ નામે દુકાન ચલાવતાં હતાં. આ બનાવથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સ્‍વજનોએ જણાવ્‍યું હતું.

ગંજીવાડાના યુનુસભાઇનું બેભાન હાલતમાં મૃત્‍યુ

બીજા બનાવમાં  ગંજીવાડા-૨માં રહેતાં યુનુસભાઇ મહમદભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૬) નામના પ્રોૈઢ રાતે એકાદ વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેઓ ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો છે. લાંબા સમયથી પેરેલિસીસ હોવાનું સગાએ જણાવ્‍યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકી મારફત થતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી

(3:57 PM IST)