<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

પેટલાદ પાસે અકસ્‍માતમાં ઘવાયેલા આંબેડકરનગરના માધવભાઇનું મૃત્‍યુ

તેત્રીસ વર્ષના યુવાને સારવારમાં દમ તોડયોઃ રાઠોડ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧: ગોંડલ રોડ દોઢસો ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર-૧૧માં રહેતાં માધવભાઇ ચંદુભાઇ રાઠોડ (ઉ.વ.૩૩) નામના યુવાનનું પેટલાદ પાસે વાહન અકસ્‍માતમાં ઇજા થવાથી મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છ.ે

આંબેડકરનગરમાં રહેતાં માધવભાઇ તા. ૧૬/૭ના રોજ આઇશર ટ્રક હંકારીને  રાજકોટ તરફ આવતાં હતાં ત્‍યારે પેટલાદ નજીક ટ્રક પલ્‍ટી મારી જતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ હતાં. તેનું આજે મૃત્‍યુ થતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે દિકરી છે. પોતે ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં.

(4:00 PM IST)