તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
જે.આર. ગ્રુપ દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદ : આમંત્રિતો માટે કાર્યક્રમ
જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી નિમિત્તે

રાજકોટ : રઘુવંશી સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી આગામી તા. ૧૬ સોમવારના રોજ શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવવામાં આવશે. આ પવિત્ર અવસરે રાજકોટના જાણીતા જે.આર. ગ્રુપ દ્વારા ખાસ આમંત્રિત મહેમાનો, સ્નેહીજનો, મિત્રવર્તુળ અને કુટુંબીજનો માટે ભવ્ય મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂજ્ય બાપાના મહામંત્ર ‘જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો'ના સિદ્ધાંતને ચરિતાર્થ કરતા જે.આર. ગ્રુપ દ્વારા બાપાના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આ ધાર્મિક મહોત્સવ યોજાયો છે. આ શુભ પ્રસંગે સોમવારે સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી અને ત્યારબાદ સાંજે ૮ કલાકે મહાપ્રસાદ યોજાશે. કાર્યક્રમ કાલાવડ રોડ, ડ્રાઇવ ઇન સિનેમા પાસે, એક્રોલોન્સ ક્લબની બાજુમાં આવેલ ‘‘ગોલોક ગ્રીન્સ'' ફાર્મ ખાતે યોજાશે.
જે.આર. ગ્રુપના રમેશભાઈ ડી. ધામેચા અને જયભારત આર. ધામેચા (એડવોકેટ ગુજ. હાઈકોર્ટ, મો. ૯૦૩૩૭ ૧૧૧૧૮) દ્વારા તમામ આમંત્રિત મહેમાનોને પરિવાર સાથે આ પવિત્ર પ્રસંગે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વિશેષ અવસરે પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં ભેટ-સોગાત ધરવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે.
(4:13 PM IST)










