<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

રાજકોટમાં આભૂષણોનો મહાકુંભ : કાલથી ત્રણ દિવસ સીઝન હોટલમાં ‘ગહેના પ્રીમિયમ જ્‍વેલરી એક્‍ઝિબિશન'

અમદાવાદ, મુંબઈ, જયપુર અને સુરતના પ્રખ્‍યાત જ્‍વેલર્સ એક જ છત નીચે આધુનિક બ્રાઇડલ કલેક્‍શન રજૂ કરશે : ૧૫૦૦થી વધુ ડિઝાઇનર આભૂષણોનું આકર્ષક ડિસ્‍પ્‍લે : રાજકોટવાસીઓ માટે ખાસ ઓફર્સ

રાજકોટ : શહેરના કલાવડ રોડ પર આવેલી જાણીતી સીઝન હોટલમાં તા. ૧૦, ૧૧ અને ૧૨ જુલાઈ (શુક્ર, શનિ, રવિ) ત્રણ દિવસ માટે સોના, હીરા અને ચાંદીના અદભુત દાગીનાઓનું ભવ્‍ય પ્રદર્શન ‘ગહેના પ્રીમિયમ જ્‍વેલરી એક્‍ઝિબિશન' યોજાવા જઈ રહ્યું છે. મુંબઈની ખ્‍યાતનામ કંપની ‘દ્રષ્ટિ ઇવેન્‍ટ્‍સ એન્‍ડ પ્રમોશનલ પ્રા.લી.' દ્વારા આયોજિત અને ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ યોજાનારા આ અદભુત પ્રદર્શનમાં દેશભરના નામાંકિત જ્‍વેલર્સ પોતાનું ૨૦૨૬નું લેટેસ્‍ટ બ્રાઇડલ જ્‍વેલરી કલેક્‍શન રાજકોટવાસીઓ સમક્ષ રજૂ કરશે. આ એક્‍ઝિબિશન સવારે ૧૦:૩૦ થી રાત્રે ૮:૩૦ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

આ ભવ્‍ય પ્રદર્શનમાં એન્‍ટીક ગોલ્‍ડ, ડાયમંડ કલેક્‍શન, પોલકી મોન્‍ઝોનાઇટ્‍સ, જડાઉ કલેક્‍શન તેમજ ૯૨.૫ સિલ્‍વર બ્રાઇડલ જ્‍વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. એક્‍ઝિબિશનમાં ૧૫૦૦ થી વધુ ડિઝાઇનર કલેક્‍શન ડિસ્‍પ્‍લે પર મૂકાશે, જે ગ્રાહકોને વ્‍યાજબી ભાવે ઉપલબ્‍ધ કરાવાશે. આ ઉપરાંત તમામ જ્‍વેલર્સ તરફથી રાજકોટવાસીઓ માટે ખાસ આકર્ષક ઓફર્સ પણ રાખવામાં આવી હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

આ પ્રદર્શનમાં ગુજરાત, જયપુર અને મહારાષ્‍ટ્રના નામાંકિત જ્‍વેલર્સ ભાગ લઈ રહ્યા છે, જેમાં હારીત જ્‍વેલર્સ અમદાવાદનું આ સૌથી પ્રખ્‍યાત નામ પ્રથમ વાર રાજકોટમાં પોતાની અદભુત એન્‍ટીક ગોલ્‍ડ પ્રોડક્‍ટ્‍સ રજૂ કરશે. અંતરીક્ષ જ્‍વેલર્સ અમદાવાદના ખ્‍યાતનામ જ્‍વેલર્સ ત્રીજી વાર રાજકોટમાં ૯ કેરેટ ગોલ્‍ડ, ડાયમંડ, હોલમાર્ક ગોલ્‍ડ અને પોલકી જ્‍વેલરીનું કલેક્‍શન લાવ્‍યા છે. ઔરીતા ડાયમંડ છેલ્લા ૨૫ વર્ષથી ડાયમંડ ક્ષેત્રે મોટું નામ ધરાવતી આ બ્રાન્‍ડ આકર્ષક કલેક્‍શન સાથે હાજર રહેશે. ભગવતી જ્‍વેલર્સ (અમદાવાદ) રાજકોટમાં પ્રથમ વખત પોતાના પોલકી, એન્‍ટીક અને ડાયમંડના ભવ્‍ય આભૂષણો પ્રદર્શિત કરશે. સી.મનસુખલાલ જ્‍વેલર્સ (અમદાવાદ) પોતાના ખાસ પોલકી અને એન્‍ટીક કલેક્‍શન સાથે ગ્રાહકોને આકર્ષશે.

આ ઉપરાંત વેલોરા બાય KDZ મુંબઈની આ પ્રખ્‍યાત બ્રાન્‍ડ પ્રથમ વાર રાજકોટમાં ડાયમંડ અને પોલકીનું ભવ્‍ય જ્‍વેલરી કલેક્‍શન તથા નવી ડિઝાઇનર પીસીસ રજૂ કરશે.  JKJ જ્‍વેલર્સ (જયપુર) પોલકી માટે ખૂબ જ ફેમસ બ્રાન્‍ડ જયપુરથી ખાસ આ એક્‍ઝિબિશન માટે પોલકીનું ભવ્‍ય કલેક્‍શન લઈને આવી રહી છે. બેલા રોકા જ્‍વેલર્સ સુરતની આ બ્રાન્‍ડ પ્રથમ વાર ૯૨.૫ સિલ્‍વર બ્રાઇડલ જ્‍વેલરીનું અનોખું અને ભવ્‍ય કલેક્‍શન રજૂ કરશે. નીખીલ જ્‍વેલર્સ (અમદાવાદ) જેમ્‍ઝ અને મોન્‍ઝોનાઇટ (જે અદભુત અગ્નિકળત ખડક-પથ્‍થર જેવું સ્‍વરૂપ ધરાવે છે)નું અનોખું પ્રદર્શન ખાસ જોવા મળશે.

આ ઇવેન્‍ટનું આયોજન દ્રષ્ટિ ઇવેન્‍ટ્‍સ એન્‍ડ પ્રમોશનલ પ્રા.લી.ના ધર્મેશ ખેરગાવકર દ્વારા કરાયું છે જે ૧૨ વર્ષમાં ૩૬૦ થી વધુ એક્‍ઝિબિશનનું સફળ આયોજન કર્યાનું યાદીમાં જણાવાયું છે. કલાપ્રેમી અને ઘરેણાંના શોખીનોને આમંત્રણ અપાયું છે. વધુ વિગતો કે પૂછપરછ માટે મો. ૯૮૯૨૩૯૮૩૬૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:50 PM IST)