<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

લોન કરાવી દેવાના નામે બે ઠગાઇ કરી ભાગી ગયેલો મહાવીરસિંહ સાત મહિના બાદ થાનથી ઝડપાઇ ગયો

ગાંધીગ્રામના યુવાન અને ૧૫૦ ફુટના કરીયાણાના વેપારી સાથે ૮૮ હજાર અને ૨.૪૬ લાખની ઠગાઇ કરી'તી ડીસીપી હેતલ પટેલની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ હરપાલસિંહ જાડેજાની ટીમે પકડયોઃ ઠગાઇના ૧૧ ગુનાઓમાં સંડોવણીઃ તાલુકા પોલીસે કબ્‍જો સંભાળ્‍યો

રાજકોટ તા. ૧૯: શહેર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત એલસીબી ઝોન-૨ ની ટીમે લોન કરાવી દેવાના નામે ઠગાઇ કરી ભાગી જતાં  અને રીઢા ગુનેગારની છાપ ધરાવતાં શખ્‍સને પકડી લેવાયો છે. તાલુકા પોલીસ અને ગાંધીગ્રામ પોલીસમાં નોંધાયેલા ઠગાઇના બે ગુનામાં સાત મહિનાથી ફરાર શખ્‍સને થાનખાતેણી પકડી લઇ તાલુકા પોલીસને સોંપાયો છે. આ શખ્‍સ વિરૂધ્‍ધ રાજકોટમાં ૧૦ અને દ્વારકા, લોધીકામાં ૧-૧ મળી ઠગાઇના ૧૧ ગુનાઓ અગાઉ નોંધાઇ ચુક્‍યા છે. રાજકોટના તાલુકા અને ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા સાત મહિનાથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા રીઢા આરોપી મહાવીરસિંહ જીતેન્‍દ્રસિંહ સોલંકી (ઉ.વ.૩૦-રહે. સોમનાથ સોસાયટી, રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાસે)ને સુરેન્‍દ્રનગરના થાન ખાતેથી પકડી લેવાયો છે.

આ શખ્‍સે ગાંધીગ્રામ આરસીકે પાર્ક પાસે રહેતાં દરજી યુવાન નિકુંજભાઇ નંદકિશોરભાઇ હીંગુને લોન લોન કરાવી આપવાના બહાને છેતરીને તેના મોબાઇલ ફોનમાંથી ૧,૧૦,૦૦૦ની ઓનલાઇન લોનની અરજી કરી   રૂા. ૯૯ હજારની લોન કરાવ્‍યા બાદ ઓનલાઇન ૮૮૨૫૦ રૂપિયા ઉપાડી લીધા હતાં અને ભાગી ગયો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ થયો હતો. આવો જ બીજો ગુનો તાલુકા પોલીસમાં નોંધાયો હતો. જેમાં ૧૫૦ રીંગ રોડ પર વૃંદાવન સીટીમાં રહેતાં કરીયાણાના વેપારી જમનભાઇ મોહનભાઇ ઘાડીયા સાથે પણ રૂા. ૩ લાખની લોન કરાવી દેવાના નામે જમનભાઇના મોબાઇલ ફોનમાંથી રૂા. ૨,૪૫,૧૨૭ની લોન મંજુર કરાવડાવી તેમાંથી ૧,૯૬,૦૦૦ પોતાના ખાતામાં ટ્રાન્‍સફર કરી લઇ તેમજ બીજા ૫ હજાર રોકડેથી પણ લઇ જઇ ઠગાઇ કરી હતી. આ બંને ગુનામાં મહાવીરસિંહ સોલંકી સાત મહિનાથી ફરાર હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી હેતલ પટેલની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, હેડકોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા, કોન્‍સ. શીવભદ્રસિંહ ગોહિલની ટીમે આ કામગીરી કરી હતી. (

(2:24 PM IST)