તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
શિવલાલભાઈ વેકરીયાને શ્રદ્ધાંજલિ અર્પતા મહેન્દ્રભાઈ પાડલીયા

(જગદીશ રાઠોડ દ્વારા)ઉપલેટા તા. ૧૩ :.. રાજકોટના પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયા ને શ્રદ્ધાંજલિ પાઠવતા ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય ડો મહેન્દ્રભાઈ પાડલીયા એ એક શોક સંદેશામાં જણાવેલ કે શિવલાલભાઈ વેકરીયા રાજકોટ બેઠક ઉપરથી બે વખત સાંસદ તરીકે ચૂંટાયા ને પ્રજાના પ્રશ્નોને વાંચા આપી હતી ઉપરાંત રાજકોટ નાગરિક સહકારી બેંક ના ડિરેક્ટર પ્રદેશ ભાજપના મહામંત્રી જિલ્લા ભાજપના અધ્યક્ષ સહિત ના હોદાઓ ઉપર સેવાઓ આપી હતી તેમજ ખેડૂત આંદોલન સહિત અનેક આંદોલનનું સફળ નેતળત્વ કર્યું હતું અને ગામડે ગામડે જઈને ભાજપનું સંગઠન મજબૂત બનાવ્યું હતું તેવો કન્યા કેળવણીના હિમાયતી હતા . આવી અનેક ધાર્મિક સામાજિક સંસ્થાઓમાં સેવા આપી હતી તેમના અવસાનથી ભારતીય જનતા પાર્ટી સહિત સૌરાષ્ટ્રના જાહેર જીવનને કદી ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે.
(4:14 PM IST)










