<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

શાપરમાં મહેશભાઇ માંકડીયા રૂમમાંથી બેભાન મળ્‍યા બાદ મોત નિપજ્‍યું: ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

મુળ વંથલીના બંટીયાનો યુવાન ઓરડી રાખી એકલો રહેતો'તો

રાજકોટ તા. ૫: શાપર વેરાવળમાં પોતાની રૂમમાંથી બેભાન હાલતમાં મળેલા યુવાનનું સારવારમાં મૃત્‍યુ થયું છે. આ યુવાન મુળ વંથલીના બંટીયા ગામનો વતની હતો અને અહિ શાપરમાં એકલો જ રહેતો હતો. મોતનું કારણ જાણવા પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ શાપરમાં ટીલાળા ગેઇટની અંદર પૂજા ટેક્‍નો પાછળ ઓરડી રાખીને રહેતો મહેશભાઇ દિનેશભાઇ માંકડીયા (ઉ.વ.૩૫) તેની રૂમમાંથી બેભાન મળતાં સારવાર માટે ૧૦૮ મારફત રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

મહેશભાઇ બે બહેનના એકના એક ભાઇ હતાં. લગ્ન બાદ છુટાછેડા થઇ ગયા હોઇ મુળ વતન બંટીયાથી શાપર આવી રૂમ રાખી રહેતાં હતાં અને ઇલેક્‍ટ્રીક કામ કરતા હતાં. ગઇકાલે બપોર બાદ તે રૂમમાં બેભાન જોવા મળતાં તેના પાડોશીએ તેના બનેવી જે રાજકોટ રહે છે તેમને ફોનથી જાણ કરતાં તેઓ ત્‍યાં પહોંચ્‍યા હતાં અને સારવાર માટે ખસેડયા હતાં.

પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. મોત હાર્ટએટેકથી થયું કે અન્‍ય કોઇ રીતે? તે  જાણવા પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી હતી. (૧૪.૫)

 

(10:58 AM IST)