તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Thursday, 17th September 2026
રાજકોટ પોલીસ બેડામાં મોટો ફેરફાર : એક સાથે 15 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી
લાંબા સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી (SOG), ઈઓડબ્લ્યુ (EOW), તથા પેરોલ ફર્લો સ્ક્વોડ જેવી મહત્વપૂર્ણ અને સંવેદનશીલ શાખાઓમાં બદલી

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા તથા વહીવટી સ્તરે સુધારણા લાવવા માટે સતત સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ શ્રૃંખલામાં આજે ૧૭ સપ્ટેમ્બરના રોજ એક સાથે 15 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. અગાઉ ગત મહિના દરમિયાન એક જ જગ્યાએ લાંબા સમય સુધી ફરજ બજાવતા કુલ ૨૨૬ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી, અને હવે બાકી રહેલા અન્ય પોલીસ કર્મચારીઓની બદલી કરવા માટેનો નવો લીથો પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જે આગામી દિવસોમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગત ૯ સપ્ટેમ્બરના રોજ ૧૭ પીઆઈ (PSI)ની પણ આંતરિક બદલીના ઓર્ડર છૂટ્યા હતા.
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જે પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, તેમાં વિવિધ પોલીસ સ્ટેશનો, પોલીસ હેડ ક્વાર્ટર તેમજ ટ્રાફિક શાખામાં લાંબા સમયથી ફરજ બજાવતા કર્મીઓનો સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓની બદલી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી (SOG), ઈઓડબ્લ્યુ (EOW), તથા પેરોલ ફર્લો સ્ક્વોડ જેવી મહત્વપૂર્ણ અને સંવેદનશીલ શાખાઓમાં કરવામાં આવી છે, જેથી પોલીસ વિભાગની કાર્યક્ષમતામાં વધુ વધારો કરી શકાય
(10:16 PM IST)










