News of Wednesday, 9th September 2026
રાજકોટ પોલીસબેડામાં મોટો ફેરફારઃ એકસાથે 17 PSIની આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો
રાજકોટ તાલુકા પોલીસ મથકના પી.જી. આલને પ્રોસીક્યુશન સેલમાં, બી.આર. ભરવાડને પ્ર.નગર પોલીસ મથકે અને એમ.આઈ. શેખને બી-ડિવિઝન પોલીસ મથકે મુકાયા

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે 9 સપ્ટેમ્બરના રોજ એક સાથે 17 પોલીસ સબ ઇન્સપેકટરોની આંતરિક બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત મહિના દરમિયાન એક જ જગ્યાએ લાંબો સમયથી ફરજ બજાવતા 226 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે એક સાથે 17 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં પી.જી.આલને તાલુકા પોલીસમાંથી પ્રોસિક્યુશન સેલમાં, આર.કે.ગોહિલને AHTUમાંથી SOGમાં, એમ.જી.સોલંકીને થોરાળા પોલીસમાંથી AHTUમાં, એસ.એમ.સૈયદને ટ્રાફિક શાખામાંથી કુવાડવા પોલીસ સ્ટેશનમાં, કે.એસ.ભગોરાને ટ્રાફિક શાખામાંથી બી ડિવિઝન પોલીસમાં, જે.આર.સોલંકીને બ ડિવિઝનમાંથી એ ડિવિઝનમાં, બી.આર.ભરવાડને તાલુકામાંથી પ્રદ્યુમનનગરમાં, એમ.આઈ.શેખને તાલુકામાંથી બી ડિવિઝનમાં, આઈ.આઈ.કટિયાને ટ્રાફિકમાંથી રીડર ટુ ટ્રાફિક ડીસીપીમાં, એસ.એસ.જાડેજાને એરપોર્ટમાંથી યુનિવર્સીટીમાં, જે.એન.ગમારાને પ્રદ્યુમનનગરમાંથી તાલુકામાં, આર.કે.સામુદ્રેને કુવાડવામાંથી ટ્રાફિકમાં, એચ.જે.સોલંકીને એ ડિવિઝનમાંથી તાલુકામાં, બી.એસ.ચૌહાણને યુનિવર્સીટીમાંથી આજીડેમ, યુ.કે.બાંભણીયાને મહિલામાંથી કુવાડવા અને એમ.બી.રામાણી રીડરમાંથી માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં બફલી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં એક જ જગ્યાએ ચાર વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી રહી છે જે અંતર્ગત અત્યાર સુધી 226 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે અને બાકી રહેલા 50થી વધુ પોળ કર્મચારીઓની બદલીનો લીથો પણ તૈયાર છે જે આગામી નજીકના દિવસોમાં જાહેર કરવામાં આવશે.

(8:23 PM IST)










