<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

માલવીયાનગર પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ': ૫૩ અરજદારોને રૂ. ૧૭.૨૨ લાખનો મુદ્દામાલ પરત

ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમની કામગીરી

રાજકોટઃ માલવીયાનગર પોલીસ સ્‍ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું હતું. સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોના નાણાં પરત અપાવવા, ગૂમ થયેલા મોબાઈલ શોધી કાઢવા તેમજ રિકવર થયેલો મુદ્દામાલ મુળ માલિકોને સોંપવા માટે આ સફળ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત પોલીસે કુલ ૫૩ અરજદારોને રૂ. ૧૭,૨૨,૬૧૩- ની કિંમતનો મુદ્દામાલ પરત સોંપ્‍યો હતો. જેમાં સાયબર ફ્રોડથી ગુમાવેલા રૂ. ૧૨,૦૦,૦૪૩ નો સમાવેશ થાય છે જે કુલ ૩૧ અરજદારોને પરત મળ્‍યા છે. આ ઉપરાંત સીઇઆઇઆર પોર્ટલ તથા શોધો દ્વારા શોધી કાઢવામાં આવેલા ૧૬ મોબાઈલ ફોન કિંમત રૂ. ૪,૩૭,૫૭૦ અને રૂ. ૮૫,૦૦૦ની કિંમતના ૩ વાહનો પણ તેમના મુળ માલિકોને સુપરત કરવામાં આવ્‍યા હતા. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ એમ.જે. ધાંધલ, હેડકોન્‍સ. શીવભદ્રસિંહ જાડેજા, કોન્‍સ. જયભાઈ રંગાણી તથા મહિલા કોન્‍સ. મિરાલીબેન કથીરીયાએ આ કામગીરી કરી હતી. પોતાની ગુમાવેલી મિલકત અને કમાણીના નાણાં પરત મળતા તમામ અરજદારોએ રાજકોટ પોલીસનો આભાર માન્‍યો હતો.

(2:56 PM IST)