તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
મવડીમાં મામલતદારનું ઓપરેશનઃ કાચા-પાકા ઝૂપડા-મકાનો ઉપર બુલડોઝર ફેરવી દિધુઃ ૯ કરોડની જમીન ખુલ્લી
કુલ ૪પ૦૦ ચો.મી. જમીન પર દબાણ ઉભુ થઇ ગયુ હતું: આખરી નોટીસ બાદ કાર્યવાહી

રાજકોટ તા. ર૩ :.. સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવાની કલેકટર ડો. ઓમ પ્રકાશની સૂચના બાદ રાજકોટ શહેર દક્ષિણ વિસ્તારમાં મવડી નાં સરકારી સર્વે નંબર ૧૯૪ પૈકીની ટી પી ૨૮ એફ પી ૪૮/૧ વલ્લભ વાટિકાની સામે સરકારી પડતર જમીન પર કાચા/ પાકા ઝૂંપડાઓ વિગેરે દબાણ કરી લેતા જમીન મહેસૂલ કાયદાની કલમ ૨૦૨ હેઠળ નોટીસ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.નોટીસો બાદ પણ ખાલી નહિ કરતા દક્ષિણ વિસ્તારના મામલતદાર શ્રી સરવૈયા, સર્કલ ઓફીસર ધવલ પરમાર, તલાટીઓ, ફાયર વિભાગ, જીઇબી, મેડીકલ ટીમ, પોલીસ તંત્રને સાથે રાખી ૪પ૦૦ ચો. મી. જમીન પરનું દબાણ, કાચા-પાક ઝૂપડા-મકાનો-તોડી પાડી અંદાજે ૯ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ હતી, આ અંગે મામલતદારે કલેકટરને રીપોર્ટ કરી દિધો છે.
(2:58 PM IST)










