હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દાગીના છોડાવવા ઉછીના દોઢ લાખ આપવાની ના પાડતા ડખ્ખો : કારખાનેદારને છરીનો ઘા
કેવડાવાડીમાં રહેતાં લલીતભાઇના ભત્રીજા દક્ષ પાસે તેના સંબંધી અશોકની પુત્ર વધુએ રકમ માંગી હતીઃ ‘હું દક્ષને જોઇ લઇશ ' કહી હુમલો કરતા ભકિતનગર પોલીસમાં ગુનો

રાજકોટ, તા. ૩૦ : કેવડાવાડી મેઇન રોડ પર ભત્રીજાએ હાથ ઉછીના દોઢ લાખ આપવાની ના પાડતા કારખાનેદાર કાકાને તેના સંબંધીએ ઝઘડો કરી છરીનો ઘા ઝીંકી દેતા ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
કેવડાવાડી શેરી નં. ૧૬/પ ના ખુલો રહેતા અને આજી વસાહતમાં ૮૦ ફૂટ રોડ પર સ્ટીલ કટીંગનું કારખાનુ ધરાવતાં લલીતભાઇ ભૂપતભાઇ રામાણી (ઉ.વ.પ૮) એ આ મામલે અશોક તુલશીભાઇ રામાણી સામે ભકિતનગર પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, ગઇકાલે રાત્રે તેને તેના ભત્રીજા દક્ષ પ્રવિણભાઇ રામાણી (ઉ.વ.૩૦) એ કોલ કરી વાત કરી હતી કે, આજથી સાતેક દિવસ અગાઉ મારા કાકા અશોક રામાણીના દિકરા યાજ્ઞિકના પત્ની નિકિતાબેને ફોન કરી અમારા દાગીના ગીરવે મુકેલ છે. તે છોડાવવા માટે મારે દોઢ લાખની જરૂરીયાત હોવાથી તમે મને હાથ ઉછીના આપો, તેમ કહેતા તેને રૂપિયા આપવાની ના પાડી હતી. જે વાતનું અશોકને મનમાં લાગી આવતા ફોનમાં ગાળાગાળી કરતાં ફોન કાપી નાખેલ છે.
આ વાત સાંભળી તેણે ભત્રીજા દક્ષને તું આ અશોકનો ફોન ઉપાડતો નહી, આપણે દિવાળી બગાડવી નથી. કહી ફોન મુકી દીધો હતો. જે પછી તે ઘર બહાર બેઠા હતા ત્યારે થોડીવાર બાદ ત્યાં ઘસી આવેલા અશોકે ઝઘડો કરી ગાળા-ગાળી કરી હું દક્ષને જોઇ લઇશ કહી ઝપાઝપી કરી હતી. બાદમાં તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી જમણા પડખાના ભાગે ઘા મારી ઇજા કરી ભાગી ગયો હતો. બીજી તરફ હુમલામાં તેને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.










