<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

મવડીના સ્‍પોટર્સ કોમ્‍પ્‍લેક્ષનું સંચાલન વધુ સુદ્રઢ બનાવાશે

વૈશ્વિકકક્ષાનું રમતગમત સુવિધાઓનું નિરીક્ષણ કરતા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા

રાજકોટ, તા.૭: મ્‍યુનિ.કોર્પોરેશન દ્વારા મવડી ખાતે નિર્મિત અને સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) તથા રાજકોટ સ્‍પોર્ટ્‍સ પ્રમોશન ફાઉન્‍ડેશન (RSPF) સંચાલિત ‘શ્રી અટલ બિહારી વાજપેયી સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ'ની સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયાએ મુલાકાત લીધી હતી. તેમણે કોમ્‍પ્‍લેક્ષમાં ઉપલબ્‍ધ વિવિધ ઇન્‍ડોર અને આઉટડોર રમતગમતની અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ કરી રમતગમતની પ્રવળત્તિઓ અંગે માહિતી મેળવી તેમજ સંચાલન વધુ સુદ્રઢ બનાવવા જરૂરી સૂચનો આપ્‍યા હતા.

આ પ્રસંગે આસિસ્‍ટન્‍ટ કમિશનર વી. ડી. ઘોણીયા, રેસકોર્સ સંકુલના મેનેજર હિતેશ ભસોટિયા, આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર લક્ષ્મણભાઈ પરમાર અને RSPFના COO રાજદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

કોમ્‍પ્‍લેક્ષમાં ૮ ઇન્‍ડોર અને ૪ આઉટડોર રમતો માટે આંતરરાષ્‍ટ્રીય ધોરણોની સુવિધાઓ ઉપલબ્‍ધ છે. બેડમિન્‍ટન, ટેબલ ટેનિસ, સ્‍ક્‍વોશ, ૧૦ મીટર શૂટિંગ રેન્‍જ, મલ્‍ટી વુડન કોર્ટ, જીમ અને યોગ સેન્‍ટર ઉપરાંત બાસ્‍કેટબોલ, વોલીબોલ, કબડ્ડી અને ટેનિસ માટે પણ અદ્યતન વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ૧૦ હાઇ માસ્‍ટ લાઇટ્‍સના કારણે રમતવીરોને દિવસ અને રાત્રે બંને સમયે રમવાની સુવિધા ઉપલબ્‍ધ છે.

સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયાએ શહેરના રમતવીરો અને નાગરિકોને આ વૈશ્વિક કક્ષાના સ્‍પોર્ટ્‍સ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો

(3:35 PM IST)