હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th October 2026
મનોહર સોસાયટીમાં શિવશક્તિ ગરબી મંડળ દ્વારા પ્રાચીન રાસ ગરબા દ્વારા માતાજીની કરાતી ભક્તિ : દરરોજ અવનવા રાસ રજુ

રાજકોટ : ભાવનગર રોડ ઉપર મનોહર સોસાયટી શેરી નં.૪ ખાતે શિવશક્તિ ગરબી મંડળ દ્વારા નવરાત્રીમાં પ્રાચિન રાસ ગરબાની રમઝટ જામે છે. નાની નાની બાળાઓ દ્વારા મોગલમાનો રાસ, ખોડીયારમાનો રાસ, શક્તિમાનો રાસ, શંકરભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, રણચંડી ચામુંડાનો રાસ વગેરે અવનવા રાસ રજુ કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિશાલભાઇ બાવળીયા, ચિરાગભાઇ હળવદીયા, મહેશભાઇ સોલંકી, હરેશભાઇ સાકરીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વિસ્તારના સ્થાનિક લોકોનો પણ ખુબ સહકાર મળે છે. તેમ જય મુરલીધર ગ્રુપની યાદીમાં જણાવાયુ છે.
(2:31 PM IST)










