<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

જયનગર પાસે ખાણમાંથી પુરૂષની લાશ મળીઃ વાલીવારસને શોધતી આજીડેમ પોલીસ

મૃતકની ઉમર આશરે ૪૦થી ૪૫: આર્મી યુનિફોર્મ જેવુ પેન્‍ટ પહેરેલુ છે

 

રાજકોટ તા. ૩: કોઠારીયા રોડ આજીડેમ પોલીસ સ્‍ટેશનથી આગળ જયનગર મફીતીયાપરા નજીકની ખાણમાંથી આશરે ૪૦થી ૪૫ વર્ષના અજાણયા પુરૂષની લાશ મળી આવી છે. ડુબી જવાથી મૃત્‍યુ થયાનું પ્રાથમિક તારણ છે. તેણે આર્મી યુનિફોર્મ કલરનું પેન્‍ટ પહેરેલ છે. આ સિવાય ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્‍તુ મળી નથી. વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો મો. ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવોઉ મૃતદેહ સિવિલ હોસ્‍પિટલના કોલ્‍ડ રૂમમાં રખાયો છે. પીએસઆઇ સાખરા અને તેજપાલસિંહ સરવૈયા વધુ તપાસ કરે છે. (૧૪.૬)

(11:03 AM IST)