તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
મનપાની વિવિધ શાખાઓમાં અનેક જગ્યાઓ ખાલીઃ તંત્ર દ્વારા ઇન્ટરવ્યુનો ગોઠવાતો તખ્તો
આરોગ્ય, હિસાબી તથા આઇસીડીએસ શાખામાં સોૈથી ઓછો સ્ટાફ

રાજકોટ તા.૨૯: મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટાભાગની શાખામાં કોન્ટ્રાકટ બેઝની જગ્યા ઉપર જ કામ લેવામાં આવે છે જે જગ્યા છે ચારથી પાંચ વર્ષથી પણ વધુ સમયથી કાયમી ભરતી થયેલ નથી! જેમાં ખાસ કરીને આરોગ્ય શાખા, આઇસીડીએસ શાખા, હિસાબી શાખા વગેરે મોખરે છે ત્યાં હજુ સુધી કાયમી જગ્યાની પ્રક્રિયા કરવામાં આવી નથી.
આ જગ્યાઓમાં આરોગ્ય શાખામાં કલાર્ક તથા કોમ્પ્યુટર ઓપરેટર, પીયુન ખાસ કરીને આઇસીડીએસ શાખામાં બીસીની જગ્યા કલાર્ક કોમ્પ્યુટર ઓપરેટર, ડિસ્ટ્રીકટ પ્રોજેકટ આસિસ્ટન્ટ તથા ઓડિટ શાખામાં પટ્ટાવાળા, કલાર્ક, કમ્પ્યુટર ઓપરેટર વગેરે છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી ભરવામાં આવેલ નથી.
જો કે મનપા તંત્રમાંથી જાણવા મળતી વિગત મુજબ જે શાખામાં જગ્યાઓ ખાલી છે તેને ભરવા માટે કામગીરી ચાલી રહી છે. ગત અઠવાડીયે ઝુ ની ખાલી જગ્યા ભરવા માટે ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા હતા. ઉપરાંત કોર્પોરેશનની ચુંટણી હોવાથી આચાર સંહિતા લાગુ પડતા જગ્યાઓ ભરવાની કામગીરીને થોડો સમય બ્રેક લાગી હતી.
(2:45 PM IST)










