<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ગરીબોના આવાસ માટેના ૩૦૮ પ્‍લોટમાંથી અનેક પર દબાણો! ટીપી શાખાની બોર્ડમાં કબૂલાત

વેસ્‍ટ ઝોનમાં ૨૦૯, સેન્‍ટ્રલમાં ૪૭ અને ઈસ્‍ટ ઝોનમાં પર પ્‍લોટઃ રહેણાક, વેપારી અને ઔદ્યોગિક દબાણોનો પર્દાફાશ

રાજકોટઃ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં શહેરના એસઈડબલ્‍યુએસ હેતુ માટે અનામત રાખવામાં આવેલા પ્‍લોટ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ટીપી શાખાના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ શહેરના ત્રણેય ઝોનમાં એસઈડબલ્‍યુએસ હેતુના કુલ ૩૦૮ પ્‍લોટ આવેલા છે. જેમાં વેસ્‍ટ ઝોનમાં સૌથી વધુ ૨૦૯, સેન્‍ટ્રલ ઝોનમાં ૪૭ અને ઈસ્‍ટ ઝોનમાં ૫૨ પ્‍લોટનો સમાવેશ થાય છે. આ પૈકી અનેક પ્‍લોટ પર રહેણાક, વાણિજ્‍યિક અને ઔદ્યોગિક હેતુના દબાણો ખડકાયેલા હોવાની કબૂલાત ખુદ ટીપી શાખાના અધિકારીઓએ બોર્ડમાં કરી હતી. એટલું જ નહીં, એસઈડબલ્‍યુએસના બે પ્‍લોટમાં હેતુફેર કરવામાં આવ્‍યો હોવાની વિગતો પણ જાહેર થઈ હતી. ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના આવાસ માટે અનામત રાખવામાં આવેલી જમીનો પર દબાણો ઊભાં થઈ જાય ત્‍યાં સુધી તંત્ર શું કરતું હતું? તેવો ગંભીર સવાલ ઊભો થયો છે

(3:58 PM IST)