<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

વિંછીયાના છાંસીયા ગામની સીમમાં ૩.પર કરોડના ગાંજાના છોડ પકડાયા

૩ વિઘા વાડીમાં તુવેરના પાક વચ્‍ચે વાવેલ ગાંજાના છોડ ઉપાડીને સુકવવા માટે રાખ્‍યો'તોને રૂરલ એસઓજીના પીઆઇ પારઘી તથા પીએસઆઇ જી.જે.ઝાલાની ટીમ ત્રાટકીઃ ૭૦પ કિલો ગાંજાના સુકા છોડના જથ્‍થા સાથે સવશી મીઠાપરાની ધરપકડ આર્થીક ભીંસના કારણે સવશી મીઠાપરાએ ગાંજાની ખેતી શરૂ કરી'તી

રાજકોટ, તા., ૧૮: વિંછીયા પોલીસના છાંસીયા ગામની સીમમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી ૩.પર કરોડના ગાંજાના છોડના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્‍સે ૩ વિઘામાં ગાંજાનું વાવેતર કરી ઉપાડી વેચવા માટે રાખ્‍યો હતો. તે પુર્વે  જ પોલીસ પહોંચી ગઇ હતી.

પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્‍ય દ્વારા  જીલ્લામાં માદક પદાર્થ (ગાંજા)ને લગતી ગેરકાયદેસર પ્રવળત્તિ  નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને રૂરલ  એસ.ઓ.જી. શાખાના સ્‍ટાફને હકિકત મળેલ કે,  સવશીભાઇ બચુભાઇ મીઠાપરા રહે. છાસીયા ગામની ઝરડા સીમ વિસ્‍તાર વાડીના રહેણાંક મકાને તા.વિછીંયા જી.રાજકોટ વાળાએ ઝરડા સીમ વિસ્‍તારમાં આવેલ પોતાની માલીકીની વાડી (ખેતર) માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર ઉપાડી વાડી(ખેતર) ના શેઢે ગાંજાના વાવેતર કરેલ છોડને સુકવવા માટે રાખેલ હોય.  દરોડો  પાડી માદક પદાર્થ ગાંજાના લીલા છોડનો જથ્‍થો ૭૦૫ કિલો ૪૯૦ ગ્રામ જેની કી.રૂ.૩,૫૨,૭૪,૫૦૦/-ના જથ્‍થા સાથે આરોપી સવશીભાઇ બચુભાઇ મીઠાપરા ઉ.વ.૫૫ રહે.છાસીયા ગામની ઝરડા સીમ વિસ્‍તારમાં તા.વિછીંયા જી.રાજકોટની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્‍યા મુજબ પકડાયેલ સવશી મીઠાપરાએ ત્રણ વિઘા જમીનમાં  તુવેરના પાક વચ્‍ચે ગાંજાનું વાવેતર કર્યા બાદ ગાંજાના છોડ ઉપાડી વેચાણ માટે એકત્ર કર્યા હતા. આરોપી સવશીએ  ટુંકી જમીન હોય આર્થીક ભીંસના કારણે  પ્રથમવાર જ ગાંજાનું વાવેતર કર્યુ હતું.  અને તે  પોલીસની ઝપટે ચડી ગયો હતો. તે  કોને વેચાણ કરવાનો હતો?  તે અંગે પોલીસ તેની પુછતાછ હાથ ધરી છે.

આ કાર્યવાહીએસઓજી શાખાના પો.ઇન્‍સ. એફ.એ.પારગી, પો. સબ ઇન્‍સ.  જી.જે.ઝાલા, તથા એ.એસ.આઇ. પરબતભાઈ શામળા, ક્રિપાલસિંહ જાડેજા, ફિરોજભાઇ બ્‍લોચ, એસ.ઓ.જી.શાખાના પો.ઇન્‍સ. શ્રી એફ.એ.પારગી, એસાઓ.જી શાખાના પો.સબ.ઇન્‍સ. રૂપકબહાદર બોહરા તથા પો.હેડ.કોન્‍સ. વિજયભાઇ વેગડ, ચંદભાઇ પલાળીયા. નૈમીષભાઇ મહેતા. કલ્‍પેશભાઇ કોઠીવાર, ચીરાગભાઈ કોઠીવાર, પીયુષભાઇ અઘેરા તથા પો.કોન્‍સ વિજયગીરી ગોસ્‍વામી. વિપુલભાઇ ગોહિલ, રણજીતભાઇ ધાધલ, રધુભાઇ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, પળથ્‍વીરાજસિંહ ડોડીયા, નવદિપભાઈ બાબરીયા, તથા ડ્રા.પો.હેડ કોન્‍સ. નરશીભાઇ બાવળીયા એન્‍ટી નાર્કોટીકસ વિંગના પો.હેડ કોન્‍સ. સુરપાલસિંહ જાડેજા, તથા પો.કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ ગોહિલ, તથા લકકીરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

વિંછીયા પોલીસે ખારચીયા ગામે કપાસ  વચ્‍ચે ગાંજાનું વાવેતર ઝડપી લીધું : ૭ લાખના છોડ કબ્‍જે

રાજકોટ, તા., ૧૭: વિંછીયાના છાંસીયા ગામે રૂરલ એસઓજીએ ૩.પર કરોડના ગાંજાના છોડ ઝડપી લીધા છે ત્‍યારે વિંછીયા પોલીસે ખારચીયા ગામની સીમમાં દરોડો પાડી કપાસના વાવેતર વચ્‍ચેથી ગાંજાનું વાવેતર પકડી પાડી ૧૪ લાખના ગાંજાના છોડ કબ્‍જે કરેલ છે.

રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરની સુચના અન્‍વયે વિંછીયાના પીઆઇ ડામોર તથા સ્‍ટાફને મળેલ બાતમીના આધારે ખારચીયા ગામે પભાભાઇ મગનભાઇ પંચાળા (ઉ.વ.૪૦) ની વાડીમાં દરોડો પાડી કપાસના વાવેતર વચ્‍ચે વાવેલ ગાંજાના ૭ છોડ, ૧૪ કિલો, કિંમત ૭ લાખનો જથ્‍થો પકડી પાડી પભાભાઇ પંચાળાની ધરપકડ કરી વધુ પુછતાછ હાથ ધરી છે.

ચાલુ વર્ષે રાજકોટ જીલ્લામાં એનડીપીએસના

૪પ કેસઃ એસપી વિજયસિંહ ગુર્જર

છાંસીયામાં પકડાયેલ ગાંજાના જથ્‍થાનો  જીલ્લા પોલીસનો સૌથી મોટો કેસ

રાજકોટ : વિંછીયાના છાસીયા ગામની સીમમાં પકડાયેલ ૩.પર કરોડના ગાંજાના જથ્‍થા અંગેની પ્રેસ કોન્‍ફરન્‍સમાં વિશેષ માહીતી આપતા રૂરલ એસપી વિજયસિંહ ુગુર્જરે જણાવ્‍યું હતું કે, રાજકોટ જીલ્લામાં ચાલુ વર્ષે એનડીપીએસના કુલ ૪પ કેસ નોંધાયા છે. છાંસીયામાં પકડાયેલ ૩.પર કરોડના ગાંજાનો જથ્‍થો જીલ્લા પોલીસનો સૌથી મોટો કેસ છે.

રાજયના ડીજીપી અને રેંજ આઇજીની સુચના મુજબ રાજકોટ જીલ્લામાં માદક પદાર્થ ગાંજાને લગતી ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા જીલ્લા પોલીસની ટીમ સતત પ્રયત્‍નશીલ છે.

(3:42 PM IST)