<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

પરણેલા શખ્સે ખોટું બોલી યુવતીને ફસાવી: રાજકોટમાં તેમજ જૂનાગઢ લઈ જઈ દુષ્કર્મ

વધુ એક યુવતિને પ્રેમના નામે ફસાવી દેહ પિંખાયો: હિંગરાજ વઢવાણિયા સામે યુનિવર્સિટી પોલીસમાં ગુનો દાખલ

રાજકોટ: દુષ્કર્મની વધુ એક ફરિયાદ સામે આવી છે. યુનિવર્સિટી પોલીસે પરણેલા શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. શહેરમાં રહેતી યુવતીને પરિણીત હોવાની ઓળખ છુપાવી તેના પ્રેમી હિંગરાજ રણજીતભાઈ વઢવાણીયાએ રાજકોટ અને જૂનાગઢની હોટલમાં દૂષ્કર્મ ગુજારી ધમકી આપ્યાની ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.

જાણવા મળ્યા મુજબ ભોગ બનનાર ૨૦ વર્ષીય યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી સાથે ચારેક વર્ષથી પ્રેમસંબંધ હતો. આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી ‘હું તારી સાથે લગ્ન કરીશ' તેમ કહેતો હતો. તેની સગાઈ। વાંકાનેર થતા આરોપીએ તેના અને પોતાના | ફોટા તેના મંગેતરને મોકલતા સગાઈ તુટી ગઈ હતી. ત્યાર બાદ આરોપીએ 'હું તારી સાથે જ લગ્ન કરીશ' તેમ કહી ત્રણેક વર્ષ પહેલા એક ઓરડીમાં હવસનો શિકાર બનાવી હતી. તેમજ આરોપીએ બે વર્ષ દરમિયાન અવાર-નવાર અલગ-અલગ સ્થળોએ દૂષ્કર્મ ગુજાર્યું હતું. ત્રણેક વર્ષ પહેલા આરોપીએ અન્ય યુવતી સાથે લગ્ન કર્યાનું અને એક સંતાન હોવાની ખબર પડી હતી. ગઈ તા.૪નાં આરોપીએ ફોન કરી ફરવા જવું છે તું આવ કહી બાઈકમાં બેસાડી રાજકોટથી અલગ-અલગ ધાર્મિક સ્થળો બાદ તા.પનાં જૂનાગઢમાં મુરલીધર હોટલમાં રૂમમાં લઈ જઈ બે વખત બળજબરી કરી હતી. આ સમયે પણ ‘તું ચિંતા ન કર તારી સાથે લગ્ન કરીશ, મારી પત્નીને છુટાછેડા આપી દઈશ' તેમ કહ્યું હતું. ત્યાર પછી તેણે આરોપીને લગ્ન કરવાની ના પાડી દેતા અને ધમકી આપતાં ફરિયાદ દાખલ થઈ હતી. પીએસઆઈ બેલીમ વધુ તપાસ કરે છે.

(10:16 AM IST)