તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
કાલે સમસ્ત કોળી સમાજના સમુહ લગ્ન
૧૧ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે, કરીયાવરમાં ૯૯ વસ્તુઓ અપાશેઃ મહાયોગી વેલનાથ ગ્રુપ દ્વારા આયોજન

રાજકોટ : મહા યોગી વેલનાથ ગ્રુપ દ્વારા આવતીકાલે તા.૩૦ ગુરૂવારે સા઼જે ૫ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી મોરબીરોડ, વેલનાથપરા સામે, કોળી ઠાકોર ચોક રાજકોટ ખાતે લાડલી દીકરીઓના લગ્ન સંસ્કાર સમુહ લગ્નોત્સવનું શાહી જાજરમાન સમારોહ યોજવામાં આવશે. જેમાં સમસ્ત કોળી સમાજની ૧૧ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.
દાતાઓના સહયોગથી દિકરીઓને કરીયાવરમાં ઘર વપરાશની આશરે ૯૯ વસ્તુઓ આપવામાં આવશે. જાનૈયા અને માંડવીયાઓ બન્ને પક્ષ તેમજ મહેમાનો માટે ભોજન સમારંભ વ્યવસ્થા રાખેલ છે. ભાતીગળ લગ્નગીત, રાસોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રાખેલ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે. વિવિધ કલાકારો પોતાની કલા રજુ કરશે. દિકરીઓ માટે ચોલી મંડપ શણગારેલ રાખેલ છે.
આયોજનમાં દાતા જીતુભાઇ ઇન્દરીયા, અંકિતભાઇ ડાભી, અલ્પેશભાઇ ઇન્દરીયા, સંજયભાઇ ઇન્દરીયા જોડાયા છે. તસ્વીરમાં દેવાંગ કુકાવા, જીતુંભાઇ ઇન્દરીયાં, અંકિતભાઇ ડાભી, અલ્પેશભાઇ ઇન્દરીયાં, સંજયભાઇ ઇન્દરીયાં, વિમલભાઇ ડાભી, અજયભાઇ ડાભી, કાનજીભાઇ વધુકીયાં અને પરેશભાઇ ઇન્દરીયાં નજરે પડે છે.
(2:09 PM IST)










