તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
ઘનશ્યામસિંહ જાડેજાની પુણ્યતિથિ નિમિતે મંગળવારે મહારક્તદાન
કેમ્પ : સિવિલના લાભાર્થે આયોજન જ્યોતિ સીએનસી ગૃપના પરાક્રમસિંહ જાડેજાના પિતાશ્રી

રાજકોટ : પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી કરાઇ છે. ત્યારે જ્યોતિ સીએનસી ગ્રુપના ચેરમેનશ્રી પરાક્રમસિંહ જાડેજાના પિતાશ્રી સ્વ. શ્રી ઘનશ્યામસિંહ નિરુભા જાડેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી જ્યોતિ સી.એન. સી.,ગેટ નં-૨ ના છેવાડે, જીઆઇડીસી મેટોડા, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે તા. ૦૮ મંગળવારે સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓ બચાવવા જ્યોતિ સી.એન. સી. ના પરાક્રમસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, વિક્રમસિંહ રાણા, જ્યોતિ સી.એન. સી. સ્ટાફ પરિવાર તેમજ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
(11:54 AM IST)










