<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

મોરબી રોડ પર જમીન-મકાનમાં લાવલાવઃ ૧૭૮૮ દસ્‍તાવેજો નોંધાયાઃ કુલ ૧૮ કચેરીમાં ૧૪ હજાર દસ્‍તાવેજ નોંધણી

મોટામવા-નાનામવા-રતનપર-મવડી ક્ષેત્રમાં નવા કન્‍સ્‍ટ્રકશન પ્રોજેકટનું પ્રમાણ વધારે સરકારને ૮૩ કરોડ ૩૯ લાખની આવકઃ સૌથી ઓછા વિંછીયામાં ૮પ દસ્‍તાવેજ બન્‍યા

રાજકોટ, તા. રઃ શહેર જિલ્લામાં રિયલ એસ્‍ટેટ ક્ષેત્રે જમીન-ફલેટ-મકાનની ખરીદી-વેચાણમાં ભારે ઉછાળો જોવા મળ્‍યો છે. મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરીના સૂત્રોના કહેવા મુજબ જૂન-૨૦૨૬ મહિનાના સત્તાવાર આંકડાઓ અનુસાર, સમગ્ર જિલ્લાની તમામ ૧૮ સબ-રજિસ્‍ટ્રાર કચેરીઓમાં થઈને કુલ ૧૪,૦૪૧ દસ્‍તાવેજોની નોંધણી કરવામાં આવી છે. આ દસ્‍તાવેજોની નોંધણીના કારણે રાજ્‍ય સરકારની તિજોરીમાં નોંધણી ફી અને સ્‍ટેમ્‍પ ડ્‍યુટી પેટે કુલ રૂ. ૮૩.૪૦ કરોડની માતબર આવક જમા થઈ છે.

દસ્‍તાવેજોની સંખ્‍યાની દ્રષ્ટિએ S.R.O. રાજકોટ-૨ (મોરબી રોડ) કચેરી સૌથી આગળ રહી છે, જ્‍યાં જૂન મહિનામાં સૌથી વધુ ૧,૭૮૮ દસ્‍તાવેજો નોંધાયા છે,  જેમાંથી ૮ાા કરોડની આવક થઇ છે. ગોંડલ સબ-રજિસ્‍ટ્રાર કચેરી પણ ૧,૨૬૯ દસ્‍તાવેજોની નોંધણી અને ઈં ૫.૩૧ કરોડની આવક સાથે સામે બીજા નંબરે રહી છે.

સુત્રોએ ઉમેર્યુ હતું કે, વિંછીયામાં સૌથી ઓછા માત્ર ૮૫ દસ્‍તાવેજો નોંધાયા છે અને ત્‍યાંથી રૂ. ૧૬.૧૦ લાખની જ આવક થઈ છે.  જામકંડોરણા કચેરી ખાતે પણ માત્ર ૧૪૭ દસ્‍તાવેજોની નોંધણી સાથે રૂ. ૨૨.૦૦ લાખની આવક નોંધાઈ છે.

આંકડા સ્‍પષ્ટ કરે છે કે રાજકોટ શહેરના પヘમિ વિસ્‍તાર અને રિંગ રોડની આસપાસના વિસ્‍તારો જેવા કે મવડી, મવા, રૈયા, અને મોરબી રોડ તરફ નવા કન્‍સ્‍ટ્રક્‍શન પ્રોજેક્‍ટસ અને જમીન-મકાનની ખરીદીનું પ્રમાણ ખૂબ જ વધારે છે. રિયલ એસ્‍ટેટ માર્કેટમાં આ વિસ્‍તારો હજુ પણ રોકાણકારો અને ઘર ખરીદનારાઓ માટે હોટસ્‍પોટ બનેલા છે.

અન્‍ય સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં નોંધાયેલ દસ્‍તાવેજોની વિગતો જોઇએ તો, રાજકોટ-૪-રૈયા-૧૦ર૯, રાજકોટ-૧-૮૮૮, પડધરી-ર૩૭, રતનપર-૧૧૭૬, જેતપુર-૬૯૮, ઉપલેટા-૪૮૦, ધોરાજી-૩પ૮, મોટામવા-૮૯૯, જસદણ-પ૦૪, મવડી-૧૨૮૯, કોઠારીયા-૮૫૪, રાજકોટ રૂરલ-૮૫૫, લોધીકા-૮૯૮, કોટડાસાંગાણી-૨૯૨ દસ્‍તાવેજો નોંધાયા છે, ગયા મેં મહિના કરતા જૂનમાં આ વખતે ૮૩ દસ્‍તાવેજો વધૂ નોંધાયા છે

(3:25 PM IST)