<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

૧૯ લાખની આંગડીયા લૂંટમાં ૨૩ ગુનામાં સામેલ મથુરાનો ગેંગસ્‍ટર આશુ ઉર્ફે આશમહમદ ઝડપાયો

પેડક રોડની લૂંટમાં અગાઉ બે લૂંટારા ઝડપાતાં સુત્રધાર તરીકે નામ ખુલતાં વેશપલ્‍ટો કરી ભાગતો ફરતો હતો ક્રાઇમ બ્રાંચની ટીમે મથુરાથી દબોચ્‍યોઃ મદદ કરનારા વિજયની પણ ધરપકડઃ હજુ એકની શોધખોળ પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં ટીમોએ કામગીરી કરી

 રાજકોટ તા. ૨૪: શહેરના સામાકાંઠે પ્રાઇમ આંગડીયા પેઢીના કર્મચારીને બંદૂક ભાઈ આમાં સમાવવા પનામાં હાથતાળી આપતાં મુખ્‍ય સુત્રધાર આશુ સહિત બે આરોપીને મથુરાથી ઝડપી લીધા છે. ગેંગસ્‍ટર એકટ, લૂંટ, હત્‍યા સહિતના અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલ આશુ લાંબા સમયથી વેશ પલટો કરી ઈન્‍દોરમાં છુપાઈને રહેતો હતો. તે મથુરા પણ આવજા કરતો હોઈ રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે મથુરા પહોંચી વોચ રાખી હતી અને આરોપી ત્‍યા આવતાં જ પકડી લીધો હતો. તેમજ આશુને આશરો આપનાર પણ પકડાયો હતો.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે જે તે વખતે ન્‍યુ જાગનાથ-૨૩ માં આવેલ વિષ્‍ણુ એપાર્ટમેન્‍ટમાં રહેતાં અલ્‍કેશભાઈ ગીરીશભાઈ દવે (ઉ.વ.૪૫)ની ફરિયાદ નોંધી હતી. તેઓ પેડક રોડના ખુણે પટેલ વાડીની સામે આવેલી પ્રાઈમ આંગડીયા પેઢીમાં ઓફિસ ખોલીને અંદર ખુરશી પર બેઠા હતાં ત્‍યાં જ ભાવનગર રોડ તરફથી બાઈક પર સવાર થઈને બે અજાણ્‍યા શખ્‍સો ઓક્‍સિમાં આવ્‍યા હતાં. પહેલા એક શખ્‍સે મારે બે લાખ રૂપિયાનું આંગળીયું કરવું છે તેમ કહ્યું હતું. બાદમાં ઝપાઝપી કરી રિવોલ્‍વર બતાવી ૧૯ લાખની રોકડનો થેલો લૂંટી ભાગી ગયા હતાં. આ ગુનામાં જે તે વખતે ક્રાઇમ બ્રાંચની ટીમોએ રમઝાનઅલી ઉર્ફે રાજુ રાહુલ કુરબાનઅલી શેખ (ઉ.વ.૩૨ રહે. નાગદા ચરાપોલે મસ્‍જીદપરા ગલી પરગણા, વેસ્‍ટ બંગાલ)ને વેસ્‍ટ બંગાલ ખાતેથી તેમજ આરોપી -વીણ ખજીઓ (ઉ.વ.૨૮ રહે.ઈન્‍દીરા વિકાસ કોલોની નવાદા મથુરા ઉત્તરપ્રદેશ)ને  મથુરા ખાતેથી પકડી પાડી પાડ્‍યા હતાં. બીજી તરફ મુખ્‍ય સુત્રધાર આશુ આશમોહંમદ અયુબ (રહે. ભાર્ગવા ગલી ચોકબઝારક કોતવાલી ઉત્તરપ્રદેશ), અરૂણ ઉર્ફે ઇલુખટીક બીશનસીંગજગનસીંગ ખટીક (રહે.ભરતપુર રાજસ્‍થાન, હાલ વળંદાવન) પોલીસ પકડથી દૂર રહેતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી. ત્‍યારબાદ પીએસઆઈ એસ.એમ.રાણા અને ટીમે ફરાર આરોપીની વોચમાં હોઈ ચોક્કસ બાતમીના આધારે આશમહમદ ઉર્ફે આશુ આપુબ કુરેશી (ઉ.વ.૩૫, રહે. ચોક બજાર, ભાર્ગવ ગલી, કેશવપુરા પાના, કોતવાલી, મથુરા, ઉતરપ્રદેશ) અને વિજયકુમાર સુરેશચંન્‍દ્ર (ઉ.વ.૨૬, રહે-નાવસા ગામ થાના મગોરા, મજુરા, ઉતર-દેશ)ને પકડી લીધા છે. હજું અરૂણ ઉઠે ઇલુ ખટીકની શોધખોળ ચાલુ છે. આશુ લાંબા સમયથી વેશ પલટો કરી ઈન્‍દોરમાં છુપાઈને રહેતો હતો. જે દરમિયાન તે પોતાના ઘરે મથુરા આવતાં જ કાઈમ બ્રાન્‍ચની ટીમ ત્રાટકી હતી. લૂંટ બાદ દિલ્લી પહોંચ્‍યા ત્‍યારે પકડાયેલ વિજયે તેને મદદ કરી હોવાનું ખુલતાં તેની પણ ધરપકડ કરાઈ છે. આશુ સામે કુલ ૨૩ ગુના અગાઉ નોંધાઈ ચુકયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા,  એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઈ એસ. એમ. રાણા, એ.એન. પરમાર, વી. ડી. ડોડીયા, ડી. પી. ઝાલા, વી. ડી. રાવલીયા, એએસઆઇ વિજયરાજસિંહ, દિગપાલસિંહ, અમિતભાઈ, યશવંતભાઈ, સમીરભાઈ, ભાવેશભાઈ, મહેશભાઈ, હેડકોન્‍સ. તુલસીભાઈ, લાલજીભાઈ, ભાનુભાઈ, ધર્મેન્‍દ્રભાઈ, સંજયભાઈ, પ્રદિપસિંહ, રાજેશભાઈ, રાહુલભાઈ, દિપકભાઈ, જયરાજસિંહ, ધારાભાઈ, , કરણભાઈ, અમિતભાઈ કે., રાજદિપભાઈ, કળષ્‍ણદેવસિંહ, જયદેવસિંહ, હસમુખભાઈ, અર્જન અર્જુનભાઈ, મોહિલરાજસિંહ, દીપકભાઈ, મુકેશભાઈ, સાગરભાઈ, યજુર્વેન્‍દ્રસિંહ, કુલદીપસિંહ, કોન્‍સ. સંજયભાઇ, ધર્મેશભાઇ, નિકુંજભાઇ, ધર્મરાજસિંહ, રાજેશભાઇ, પોપટભાઇ, મહાવીરસિંહ, અરવિંદભાઇ, ગોપાલભાઇ, મયુરધ્‍વજસિંહ, દિલીપસિંહ, અશ્વીનભાઇ, જીલુભાઇ, મનિષભાઇ, ધર્મેશભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(4:11 PM IST)