<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

મનપામાં ‘તજજ્ઞ સલાહકાર સમિતિ'ની પહેલી વખત રચના કરતા મેયર

મોટા પ્રોજેકટો, પ્રજાના કામોની ચર્ચા કરવા તમામ ક્ષેત્રે નિષ્‍ણાતોની સલાહ લેવા નેહલ શુકલનો નિર્ણયઃ કોઇ ખર્ચ નહિ

રાજકોટ, તા.૨૭:  મહાનગર પાલિકાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્‍ટોના અસરકારક આયોજન, ડિઝાઇન, ગુણવત્તા અને સમયસર અમલીકરણ માટે તજજ્ઞ સલાહકાર સમિતિ (Experts Advisory Committee)ની રચના કરવાનો ઠરાવ ગત મળેલ જનરલ બોર્ડમાં મેયર નેહલ શુકલના અધ્‍યક્ષ સ્‍થાને  કરવામાં આવ્‍યો છે. જી.પી.એમ.સી. એક્‍ટની કલમ-૩૧ હેઠળ રચાનારી આ સમિતિમાં વિવિધ ક્ષેત્રોના નિષ્‍ણાતોને આમંત્રિત સભ્‍ય તરીકે નિયુક્‍ત કરવામાં આવશે. સમિતિ પ્રોજેક્‍ટ સંબંધિત ટેક્રિકલ સલાહ અને માર્ગદર્શન આપશે તેમજ જરૂરીયાત મુજબ બેઠક બોલાવવાની સત્તા સમિતિના અધ્‍યક્ષ (મેયર)ને આપવામાં આવશે. આ વ્‍યવસ્‍થાથી મનપાના વિકાસકાર્યો વધુ ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં મદદ મળશે.

બોર્ડમાં કરાવેલ ઠરાવ મુજબ

મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને જુદી જુદી મૂળભૂત સેવાઓ ઉપરાંત શહેરીજનોની સુખાકારી તેમજ જુદા જુદા માળખાકીય પ્રોજેક્‍ટ્‍સની સુવિધાઓ પણ આપવામાં આવે છે. જુદા જુદા માળખાકીય પ્રોજેક્‍ટ્‍સ માટે અદ્યતન ડિઝાઈન આપવા માટે, પ્રોજેક્‍ટ્‍સ સમય મર્યાદામાં શરૂ કરવા માટે, પ્રગતિ હેઠળના પ્રોજેક્‍ટ્‍સમાં જુદી જુદી કામગીરીની ગુણવત્તા જાળવવા માટે તેમજ પ્રોજેક્‍ટ્‍સ સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે જુદા જુદા વિષયોના નિષ્‍ણાંત તજજ્ઞો (એક્‍સપર્ટસ)ની માનદ્દ (ઓનરરી) સેવાઓ લેવામાં આવે તો સંબંધિત તજજ્ઞોના જ્ઞાન, અનુભવ અને આવડતનો પુરતો લાભ રાજકોટ મહાનગરપાલિકાને અને સરવાળે શહેરીજનોને મળી રહે તેમ છે.

વિશેષમાં, રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકના અલગ-અલગ ક્ષેત્રના, પ્રગતિ હેઠળના માળખાકિય પ્રોજેક્‍ટ્‍સ બાબતે જે તે ક્ષેત્રના વિષય નિષ્‍ણાંતોના સલાહ સૂચનો લઈ તેના પર વિચાર વિમર્શ કરી, ગહન ચર્ચા વિચારણાના અંતે યોગ્‍ય નિર્ણયો લેવામાં આવે તે રાજકોટ મહાનગરપાલિકાના સુચારૂ વહીવટ માટે ઇચ્‍છનીય છે.

ઉપરોક્‍ત બાબતોને ધ્‍યાને લેતા, ધી જી.પી.એમ.સી.એક્‍ટની ક.૩૧ અન્‍વયે મળેલ સત્તાની રૂએ, રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકના જુદા જુદા પ્રોજેક્‍ટ્‍સ માટે જુદા જુદા વિષયોના નિષ્‍ણાંત તજજ્ઞો (એક્‍સપર્ટસ)ની એક સમિતિની રચના કરવાનું ઉચિત જણાય છે.

આ સમિતિનું નામ ‘તજજ્ઞ સલાહકાર સમિતિ' (એક્‍સપર્ટસ એડવાઈઝરી કમિટી) રાખવાનું ઠરાવવામાં આવે છે. તેમજ સમિતિના સભ્‍યોની સંખ્‍યા નિયત કરવા માટે, સમિતિના સભ્‍યોની મુદ્દત નિયત કરવા માટે, આ સમિતિમાં જે તે વિષયના નિષ્‍ણાત (આમંત્રિત તજજ્ઞ)ની સભ્‍ય તરીકે નિમણૂક કરવા માટે તથા જરૂરિયાત મુજબ આ સમિતિની બેઠક બોલાવવા માટે આ સમિતિના અધ્‍યક્ષશ્રી(મેયરશ્રી)ને અધિકળત કરવાનુ ઠરાવવામાં આવે છે.

 

(3:21 PM IST)