News of Saturday, 30th May 2026
રાજકોટમાં મેયર નેહલ શુક્લે ચાર્જ સાંભળતા એક્શન મોડમાં :સિવિક સેન્ટરની મુલાકાત :પાણી, ખુરશી સહિતની સુવિધાની તાકીદ : છાસ વિતરણ પણ કરાશે
-સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન મુલાકાતીઓ માટે તાત્કાલિક બેસવાની ખુરશીઓ, છાંયડો અને દર અડધી કલાકે પીવાના પાણીની વ્યવસ્થા કરવા અધિકારીઓને કડક સૂચના આપ્યા બાદ હવે છાશ વિતરણ પણ થશે .

રાજકોટના ૨૩મા મેયર તરીકે ડો. નેહલ શુક્લે સત્તાવાર ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં આવી ગયા છે. પદભાર સંભાળતાની સાથે જ તેમણે વહીવટી અને પ્રજાલક્ષી કાર્યો માટે મહત્વના નિર્ણયો અને કામગીરી હાથ ધરી છે: ઓફિસમાં જતા પહેલાં જ તેઓ વહેલી સવારે સેન્ટ્રલ ઝોનના સિવિક સેન્ટર ખાતે સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન માટે પહોંચી ગયા હતા. ગરમીને ધ્યાનમાં રાખીને તેમણે મુલાકાતીઓ માટે તાત્કાલિક બેસવાની ખુરશીઓ, છાંયડો અને દર અડધી કલાકે પીવાના પાણીની વ્યવસ્થા કરવા અધિકારીઓને કડક સૂચના આપી છે..
નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુક્લ દ્વારા આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલા સિવિક સેન્ટર, જન્મ-મરણ વિભાગ તથા આધાર કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આપવામાં આવેલી સૂચના તાત્કાલિક અમલમાં મૂકવામાં આવેલ તદુપરાંત આવતીકાલ તા. 30/05/2026 એ અહીં સેવા લેવા આવતા નાગરિકો માટે છાશ વિતરણ કરવામાં આવશે.
ગરમીના સમયમાં નાગરિકોને રાહત મળે અને સુવિધાજનક વાતાવરણમાં સેવા મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા સતત કાર્યરત છે.
(1:05 AM IST)










