તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ડીએનએસ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા રવિવારે મેગા હાઉસ ગેમ્સ
૨૫૦થી વધુ ભાઇ - બહેનો ભાગ લેશે, પારિવારીક માહોલમાં આયોજનઃ બમ્પર ઇનામો

રાજકોટઃ રંગીલા રાજકોટના નાગરિકો હંમેશા ઉત્સવપ્રિય અને નવા મનોરંજનના શોખીન રહ્યા છે. આજના આધુનિક યુગમાં, જ્યાં લોકો મોબાઈલ સ્ક્રીન અને રોજિદ્દી દોડધામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પરિવાર સાથેનો સમય ઘટતો જાય છે, ત્યારે રાજકોટિયનોને એક શાનદાર ડિજિટલ ડીટોક્સ આપવાના ઉમદા હેતુથી ડીએનએસ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા ‘મેગા હાઉસી ગેમ્સ' નું આયોજન કરવામાં આવ્યું હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે. ઉનાળુ વેકેશનની શરૂઆત થતાં જ લોકોમાં જે અનેરો ઉત્સાહ જોવા મળે છે તેને બમણી કરવા માટે આ ખાસ ઇવેન્ટ ડિઝાઇન કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આગામી તારીખ ૦૩મેના રવિવારે કાલાવડ રોડ સ્થિત ગ્વાલિયા સ્વીટ, રેસ્ટોરન્ટ એન્ડ બેંક્વેટના પ્રીમિયમ માહોલમાં સાંજે પ વાગ્યાથી આ પારિવારિક મહોત્સવનો પ્રારંભ થશે.
આ મેગા હાઉસી ગેમ્સમાં ટવીસ્ટ સાથેના રાઉન્ડ્સ, લકી ડ્રો અને બમ્પર ઇનામોની વણઝાર રાખવામાં આવી છે. મનોરંજનની સાથે સાથે, કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક સભ્ય માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે ફી રૂા. ૩૯૯ રાખેલ છે. આ ઇવેન્ટમાં ૨૫૦ થી વધુ ભાઇ - બહેનો ભાગ લેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટ ડીએનએસ ફ્રેન્ડ્સ ગ્રુપના સ્થાપક શ્રુતિ પલાણ અને પારા સેજપાલ તથા તેમના સાથી મિત્ર હંસાબેન પલાણ, પૂજાબેન સેજપાલ, રીટાબેન સેજપાલ, મધુબેન ખોલીયા, જીનલ ભંડેરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
આ કાર્યક્રમ માટે એપલ ફૂડસ, ડિવાઈન રિહેબિલિટેશન સેન્ટર, રવિ ગોલ્ડન ટી, ઘરોંદા ગેલેરીઝ, ક્રિએટ ઇન્ડિયા એડવર્ટાઇઝમેન્ટ, ડો. હેલીઝ ક્લિનિક ઓફ સ્કિન હેર લેસર, નેકસ્ટ કેર ડેન્ટલ કિલનિકનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ અંગે વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે શ્રુતિ પલાણ (૯૯૭૯૬ ૦૫૯૯૦) અથવા ધારા સેજપાલનો સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:07 PM IST)










