હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેગા એમએસએમઇ ક્રેડીટ આઉટરીચ કેમ્પ : ૫૦ કરોડની લોનનું વિતરણ

રાજકોટ : સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના રાજકોટ ક્ષેત્રીય કાર્યાલય દ્વારા મેગા એમએસએમઇ ક્રેડીટ આઉટરીચ કાર્યક્રમનું આયોજન જીઆઇડીસી મેટોડા ખાતે કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમની અધ્યક્ષતા કેન્દ્રીય કાર્યાલયથી પધારેલા મહાપ્રબંધક શ્રી પાર્થ સારથી નાયડુ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજકોટ ક્ષેત્રના ક્ષેત્રીય પ્રમુખ મુકેશ યાદવ તેમજ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નાયડુએ બેંકની વિવિધ યોજનાઓ અને ઉત્પાદનો વિષે વિગતવાર માહિતી રજુ કરેલ. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રાહકોએ બેંકની પ્રશંસા કરતા સેન્ટ્રલ બેંકને લકી બેંક ઓફ ઇન્ડિયા તરીકે ગણાવી હતી. આયોજન સ્થળે ગ્રાહકોની સુવિધા માટે ઉદ્યમ રજીસ્ટ્રેશન ડેસ્ક, કેવાયસી હેલ્પડેસ્ક, સામાજિક સુરક્ષા યોજનાઓ સંબંધિત હેલ્પ ડેસ્ક, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ‘આપકી પૂંજી આપકા અધિકાર' અભિયાન અંતર્ગત જાગૃતિ ડેસ્ક તેમજ એમએસએમઇ હેલ્પ ડેસ્ક સ્થાપિત કરાયા હતા. આ અભિયાન દરમિયાન ૧૬૦ કરોડથી વધુના લોન પ્રસ્તાવોનું કેનવાસિંગ કરવામાં આવ્યુ અને પ૦ કરોડ રૂપિયાની લોનનું વિતરણ કરાયુ હતુ.










