<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

રાજકોટમાં અસહ્ય બફારા વચ્‍ચે મેઘરાજાની એન્‍ટ્રીઃ બપોરે ધીમી ધારે વરસાદી ઝાપટું, હવે અમીછાંટણા પછી મુશળધારની આતુરતા!

આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયાઃ કયારે મનમૂકીને વરસશે મેઘરાજા શહેરીજનો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે

રાજકોટ, તા. ૧૬: રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને બફારાએ લોકોને તોબા પોકારાવી દીધી છે, ત્‍યારે ગઈકાલથી વાતાવરણના મિજાજમાં થોડો પલટો આવ્‍યો છે.

 અસહ્ય ગરમી વચ્‍ચે હવે ધીમે-ધીમે સામાન્‍ય વરસાદી ઝાપટાનો દોર શરૂ થતાં વાતાવરણમાં આંશિક ઠંડક -સરી છે.

આજે બપોરે આશરે ૨:૩૦ વાગ્‍યાની આસપાસ શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને હળવો વરસાદ વરસી ગયો હતો. જો કે, આ અમીછાંટણા અને ઝાપટાથી બફારામાં હજુ જોઈએ તેવો ઘટાડો થયો નથી.

આ અહેવાલ લખાય છે ત્‍યારે પણ આખું રાજકોટ વાદળછાયા આકાશ નીચે ઢંકાયેલું છે. સૂર્યનારાયણ વાદળોની ઓથમાં છુપાયા છે અને ગમે ત્‍યારે ધોધમાર વરસાદ તૂટી પડે તેવો માહોલ બંધાયો છે.

હાલ તો અસહ્ય ઉકળાટથી ત્રસ્‍ત બનેલા રાજકોટવાસીઓ હવે માત્ર ઝાપટાથી સંતોષ માનવા તૈયાર નથી.

શહેરીજનો ચાતક નજરે આકાશ ભણી જોઈ રહ્યા છે કે કયારે મેઘરાજા મનમૂકીને અને હેતથી વરસે, જેથી આ આકરા બફારામાંથી કાયમી મુક્‍તિ મળે અને ધરતી પુત્ર સહિત તમામ લોકો તળપ્ત થાય!

(3:45 PM IST)