<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

મંદિરોમાં ચોરીઓ કરવા સહિત ૩૨ ગુનામાં સામેલ મેહુલ ઉર્ફે ભુરી ઉર્ફે મામો પાસામાં

ભક્‍તિનગરના પીઆઇ જે. ડી. પરમાર, પીએસઆઇ જે. જે. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, પીસીબીની ટીમે વોરન્‍ટ બજવણીથી પાલનપુર જેલમાં ધકેલ્‍યો

રાજકોટ તા. ૧૩: શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ વધુ મજબૂત કરવા તેમજ મિલકત સંબંધી ગુનાઓ આચરતા તત્‍વો પર અંકુશ લાવવા માટે રાજકોટ પોલીસ એક્‍શન મોડમાં આવી છે. શહેરના ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં વાહન ચોરી, ઘરફોડ ચોરી તેમજ મંદિર ચોરી સહિતના ગંભીર ગુનાઓ આચરી નાગરિકોની શાંતિ હણતા એક રીઢા તસ્‍કર વિરૂદ્ધ પાસા નું શષા ઉગામવામાં આવ્‍યું છે. પોલીસ કમિશનર દ્વારા પાસાની દરખાસ્‍ત મંજૂર કરાતા આરોપીને ઝડપી પાડી બનાસકાંઠાની પાલનપુર જિલ્લા જેલ હવાલે કરાયો છે. આ શખ્‍સ મંદિર ચોરી સહિત ૩૨ ગુનાોઅમાં સામેલ છે.

ચોરીના ગુનાઓમાં સામેલ શખ્‍સોમાં કાયદાનો ડર રહે અને લોકોની કિંમતી મિલકતોનું રક્ષણ થાય તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર ચૈતન્‍ય માંડલીક દ્વારા અટકાયતી પગલાં લેવા સુચના આપવામાં આવી હતી. આ આદેશ અન્‍વયે ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ તથા  એસીપી  બી.વી. જાદવના માર્ગદર્શન હેઠળ ભક્‍તિનગર પોલીસે રીઢા ગુનેગાર મેહુલ ઉર્ફે ભુરી ઉર્ફે મામો ધનજીભાઇ જેઠવા (ઉ.વ.૨૦-રહે. ચામુંડા નિવાસ, નવલનગર-૨, કૈલાસનગર-૨ મવડી પ્‍લોટ) વિરૂધ્‍ધ પાસાની  દરખાસ્‍ત તૈયાર કરી મોકલી આપી હતી, જેને કમિશનર દ્વારા ગ્રાહ્ય રાખી વોરંટ ઇસ્‍યુ કર્યુ હતું. તે અંતર્ગત આ શખ્‍સને પાલનપુરની જેલમાં ધકેલી દેવાયો છે.

પોલીસના સત્તાવાર રેકોર્ડ મુજબ, પકડાયેલ આરોપી મેહુલ ઉર્ફે ભુરી નાની ઉંમરે ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો અને તેની સામે અત્‍યાર સુધીમાં ચોરી, લૂંટ, મારામારી, પોક્‍સો અને જી.પી. એક્‍ટ ભંગ સહિતના કુલ ૩૨ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂકયા છે. તાજેતરમાં તે ભક્‍તિનગર પોલીસમાં મંદિર ચોરીના ગુનામાં પકડયો હતો. તેના વિરૂધ્‍ધ ૨૦૧૫થી ૨૦૨૪ દરમિયાન માલવીયાનગર, ભક્‍તિનગર, રાજકોટ તાલુકા, થોરાળા, ગાંધીગ્રામ, આજીડેમ, એ-ડિવિઝન તેમજ અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્‍ટેશનમાં ઘરફોડ ચોરી, ચીલઝડપ, ગેરકાયદે પ્રવેશ અને મારામારીના મળી કુલ ૩૨ ગુના નોંધાયા છે. વર્ષ ૨૦૨૦ માં માલવીયાનગર પોલીસ સ્‍ટેશનમાં તેની સામે સગીરાની છેડતી અને પોક્‍સો એક્‍ટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો.

ભક્‍તિ નગરના પીઆઇ જે.ડી. પરમાર, પીસીબીના ના ઇન્‍ચાર્જ પીઆઇ  એમ. આર.  ગોંડલીયા, પીએસઆઇ જે.જે. ગોહીલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા તથા હેડ કોન્‍સ્‍ટેબલ કેતનભાઇ બોરીચા, રમેશભાઇ માલકીયા, હરવિજયસિંહ ગોહીલ કોન્‍સ. પ્રભાતભાઇ મૈયડ, અરજણભાઇ પરમાર, યુવરાજસિંહ જાદવ, હોમગાર્ડ હાર્દિકભાઇ પીપળીયા તેમજ પીસીબી શાખાના રાજુભાઇ દહેકવાલ અને ઇન્‍દ્રજીતસિંહ સિસોદિયાએ વોરન્‍ટ બજવણી કરી હતી. 

(2:35 PM IST)