તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓના પદગ્રહણ પૂર્વે લોકકાર્યોના શ્રીગણેશ કરતા સભ્યો
બેડી વિસ્તારના પરાપીપળીયાના રસ્તાના પ્રશ્ને સુમિતાબેન ચાવડાની રજુઆત

રાજકોટ, તા., ૧૯ :જિલ્લા પંચાયતમાં સામાન્ય ચુંટણી પછી નવા પ્રમુખ-ઉપપ્રમુખ આવતા સોમવારે વિધિવત રીતે સતારૂઢ થનાર છે. નવા પદાધિકારીઓ કાર્યરત થાય તે પહેલા ચુંટાયેલા સભ્યોએ પોતાની પ્રજાલક્ષી કામગીરીની શરૂઆત કરી દીધી છે. આજે ચુંટાયેલા સભ્યોની ચહલપહલ જોવા મળેલ. અમુક સભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજુ કર્યા હતા.
જિલ્લા પંચાયતની બેડી બેઠક હેઠળના પરાપીપળીયા ગામના રસ્તા અંગે આજે પંચાયતના સભ્યો સુનીતાબેન ચાવડા વતી રાજેશભાઇ (રાજાભાઇ) ચાવડાએ પંચાયત કચેરી ખાતે અધિકારી (કાર્યપાલક ઇજનેર) શ્રી દવેને મળી રજુઆત કરેલ. પરાપીપળીયાના પાટીયાથી ગામ સુધીનો રસ્તો એકદમ ખરાબ હાલતમાં છે. આ રસ્તાની સુધારણા કરવા અને લોક હિતમાં જરૂરી પગલા લેવા તેમણે રજુઆત કરેલ. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ કેયુર ઢોલરિયા, જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતિના પુર્વ ચેરમેન વિનુભાઇ ધડુક વગેરે ઉપસ્થિત હતા. સુમિતાબેન ચાવડા આવતા દિવસોમાં વધુ લોકપ્રશ્નોને વાચા આપનાર છે.
(3:30 PM IST)










