<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

થોરાળામાં ભુલથી ડીઝલ પી જતાં માનસિક અસ્‍વસ્‍થ ચંપાબેનનું મૃત્‍યુ

 

રાજકોટ તા. ૨૫: નવા થોરાળા સર્વોદય સોસાયટીમાં રહેતી ચંપાબેન કેશુભાઇ સોલંકી (ઉ.વ.૨૨) નામની જન્‍મથી જ માનસિક અસ્‍વસ્‍થ યુવતિ ઘરે ભુલથી સોડાને બદલે બોટલમાં ભરેલુ ડીઝલ પી જતાં ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરુંત અહિ સવારે મૃત્‍યુ થતાં  પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં થોરાળા પોલીસ સ્‍ટેશનના નિલેષભાઇ ડામોરે જરૂરી કાર્યવાહી કરી હતી. સગાના કહેવા મુજબ ચંપાબેન બે ભાઇ બે બહેનમાં નાના હતાં અને જન્‍મથી જ માનસિક વિકાસ થયો નહોતો. ભુલથી તેઓ ડીઝલ પી ગયા હતાં. પોલીસે મૃત્‍યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું

(4:22 PM IST)