હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં સપ્તાહથી ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ અડિંગો જમાવીને બેઠો!
બપોરે રઃ૩૦ વાગ્યે

રાજકોટ, તા. ર૧ : શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીએ જાણે કાયમી મુકામ જમાવ્યો હોય તેમ તાપમાનનો પારો સતત ૪૦ ડિગ્રીની આસપાસ ઘૂમી રહ્યો છે. આજે પણ બપોરના સમયે આકરા તાપનો અનુભવ થયો હતો. બપોરે ૨:૩૦ વાગ્યે શહેરનું તાપમાન ૩૯.૮ ડિગ્રી નોંધાતાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો.
ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસો નજીક આવી રહ્યા હોવા છતાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થતાં શહેરીજનો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.
છેલ્લા સાત દિવસથી તાપમાન ઊંચું રહેતાં બપોરના સમયે રસ્તાઓ પર નીકળતા લોકોને આકરા તાપનો સામનો કરવો પડી રહ્યો છે. સૂર્યના પ્રખર તાપને કારણે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે, જ્યારે વાહનચાલકો અને ખુલ્લામાં કામ કરતા લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડાં પીણાં, શેરડીનો રસ અને અન્ય ઠંડક આપતી વસ્તુઓનો સહારો લઈ રહ્યા છે.
હવામાનમાં ગરમીનું વર્ચસ્વ યથાવત્ રહેતાં શહેરીજનોને હજુ પણ રાહતની અપેક્ષા છે. સતત ઊંચા તાપમાનને ધ્યાનમાં રાખીને બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને તડકામાં જવું પડે તો માથું ઢાંકીને નીકળવું હિતાવહ છે










