<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

રાજયમાં ર૮ સુધી ગરમીનો પારો ૪૩ ડિગ્રી વટાવશેઃ રપ મીથી પવનની ગતિ વધશે

રર થી ર૮ મે દરમિયાન તાપમાન સામાન્‍ય કરતાં ઊંચું રહેશે. એક-બે જગ્‍યાએ હળવા ઝાપટાની શકયતા અને મેના અંતમાં કેરળમાં ચોમાસું બેસવાના સંકેતઃ હવામાન વિશ્‍લેષક નિતેષ વડાવીયા

રાજકોટઃ રાજયમાં આગામી દિવસોમાં ઉનાળાનો આકરો મિજાજ યથાશવત રહેશ. પ્રખ્‍યાાત હવામાન વિશ્‍લેષક નિતેષ વડાવીયાના જણાવ્‍યા અનુસાર, આગામી રર મે થી ર૮ મે દરમિયાન રાજયના જુદા જુદા વિસ્‍તારોમાં તાપમાનનો પારો સામાન્‍ય કરતા ઊંચો નોંધાશે, સાથે આ મહિનાના અંત સુધીમાં ચોમાસાના આગમનને લઇને પણ સારા સમાચાર મળી શકે છે. 

હવામાન વિશ્‍લેષક નિતેષ વડાવીયાએ જણાવ્‍યું છે કે, હાલના દિવસોમાં રાજયના મુખ્‍ય વિસ્‍તારોમાં નોર્મલ તાપમાન ૪૦.પ ડિગ્રીથી ૪ર ડિગ્રી આસપાસ ગણાય છે. જો કે તેની સાપેક્ષમાં હાલ વિવિધ ભાગોમાં પારો નોર્મલથી ૧.૬ ડિગ્રીથી ર ડિગ્રી જેટલો ઊંચો જોવા મળી રહ્યો છે. આગામી ર૮ મે સુધી મહત્તમ દિવસોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી ૪૩ ડિગ્રી વચ્‍ચે રહેશે. અલગ અલગ વિસ્‍તારોમાં ૧ થી ૩ ડિગ્રીની વધ-ઘટ સાથે ગરમીનું પ્રમાણ યથાવત રહેશે.

હાલ રાજયમાં પવનની ઝડપ કલાક  ૧પ થી ર૦ કિમી આસપાસ જોવા મળી રહે છે. પરંતુ તા. રપ થી તા. ર૮ મે દરમિયાન પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થશે, આ ગાળા દરમિયાન રાજયમાં એક-બે દિવસ માટે કોઇક કોઇક જગ્‍યાએ પવન સાથે હળવા વારસાદી ઝાપટાં પડવાની પણ શકયતા સેવાઇ રહી છે.

નિતેષ વડાવીયાએ ચોમાસા અંગે આગોતરી વિગતો આપતાં જણાવ્‍યું છે કે, આ અગાહીના અંતિમ દિવસોમાં અથવા ત્‍યાર પછીના તુરંતના દિવસોમાં કેરળમાં ચોમાસાના આગમન માટેના સાનુラકૂળ પરિબળો સક્રિય થઇ જશે. ટૂંક સમયમાં જ ભારતીય હવામાન વિભાગ દ્વારા કેરળમાં ચોમાસાના વિધિવત આગમનની જાહેરાત કરવામાં આવે  તેવી પ્રબળ શકયતા છે. 

(10:59 AM IST)