<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

‘મેરે કૃષ્‍ણ' : બાલ્‍યકાળથી ગૌલોક ગમન સુધીની કથાના માધ્‍યમથી દર્શકોને કૃષ્‍ણમય બનાવી દેતુ નાટક

મે માસમાં હેમુ ગઢવી હોલ ખાતે ચાર શો : ટીકીટનું બુકીંગ ચાલુ : વડોદરા, અમદાવાદ બાદ રાજકોટમાં આયોજન : મહાભારત સીરીયલના શોભરાજ જૈન કૃષ્‍ણના પાત્રમાં અને પુજા શર્મા રાધાજીના પાત્રમાં : અર્પીત રંકા દુર્યોધનના પાત્રને સંપૂર્ણ ન્‍યાય આપે છે : અદ્દભુત વેશભુષા અને પ્રકાશનો સમન્‍વય દર્શકોને દંગ કરશે

રાજકોટ તા. ૧૪ : વડોદરા અને અમદાવાદ બાદ હવે રાજકોટને કૃષ્‍ણમય બનાવવા આગામી તા. ૯ અને ૧૦ મે ના ‘મેરે કૃષ્‍ણ' નાટકના ચાર શોનું આયોજન થયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડાયરેકટર રાજીવસિંહ દીનકર અને નિર્માતા વિવેકભાઇ ગુપ્‍તાએ જણાવ્‍યુ હતુ કે આ નાટક સંપૂર્ણ રીતે કૃષ્‍ણના જીવન પર આધારીત છે. રણછોડ કેમ કહેવાયા?, અર્જુનના સારથી તરીકે તેમનું કાર્ય શું હતુ?, ખાટુ શ્‍યામ અને કૃષ્‍ણ વચ્‍ચે શું સંબંધ? વગેરે સવાલોના ઉતર આ નાટકના માધ્‍યમથી આપવા પ્રયાસ કરાયો છે. ટુંકમાં બાલ્‍યકાળથી લઇને ગૌલોકગમન સુધીની બધી જ કથા આવરી લેવામાં આવી છે. લોકો કૃષ્‍ણની ભક્‍તિમાં ઓળઘોળ બની જાય તે રીતે રજુઆત હશે.

કૃષ્‍ણના રોલમાં મહાભારત સીરીયલમાં કૃષ્‍ણ બનનાર સૌરભરાજ જૈન છે તો રાધાજીના પાત્રમાં પણ મહાભારત સીરીયલના અદાકાર પુજા શર્મા છે. જયારે દુર્યોધનનો રોલ અર્પીત રંકાએ નિભાવ્‍યો છે.

નાટકમાં શાનના સ્‍વરમાં જય જય શ્રી કૃષ્‍ણ, મેરે હો તુમ મેરે ક્રિષ્‍ન ગીત પણ જમાવટ કરે છે. ઉપરાંત પલક મુચલ અને જાવેદઅલીના સ્‍વરમાં કંડારવામાં આવેલ ગીતો પણ છે.

૩ કલાકની અવધીના આ નાટકમાં કુલ ૬૫ કલાકારો અને ૭૫થી વધુ ટેકનીશીયનોએ કામ કર્યુ છે. વેશભુષા પણ એવી રીતે પસંદ કરવામાં આવી છે જાણે દર્શકો દ્વાપર યુગમાં આવી ગયા હોય તેવી અનુભુતી કરાવશે.

આ નાટકના કુલ ચાર શો આગામી તા.૯ અને ૧૦ ના સાંજે ૪ તથા રાત્રે ૮.૩૦ હેમુ ગઢવી હોલ ખાતે યોજેલ છે.

ડો. નરેશ કાત્‍યાયન દ્વારા કુશળતાપૂર્વક લખાયેલી પટકથાને ઉદભવ ઓઝા દ્વારા તૈયાર કરાયેલા મંત્રમુગ્‍ધ સંગીતથી વધુ નિખારવામાં આવી છે. આ ‘સ્‍તુતિ ‘ખ્‍યાત ગાયકો શાન, પલક મુછાલ અને જાવેદ અલીના અવાજોથી વધુ સમળદ્ધ બની છે, જ્‍યારે ડો. નરેશ કાત્‍યાયન, અમિત મારુ અને ફણીન્‍દ્ર રાવના ભાવવાહી ગીતો તેને કાવ્‍યાત્‍મક ઊંડાણ અને ગહનતા આપે છે.

રાજીવ સિંહ દિનકરના સ્‍વપ્નદ્રષ્ટા નિર્દેશન હેઠળ અને વિવેક ગુપ્તા, રાજીવસિંહ દિનકર તથા વિષ્‍ણુ પાટીલ દ્વારા નિર્મિત, ‘મેરે કળષ્‍ણ' એક સીમાચિホરૂપ સિદ્ધિ સમાન છે, જે આધ્‍યાત્‍મિકતા, વાર્તાકલા અને ભવ્‍યતાનો એક શ્રેષ્ઠ સંગમ છે.

આ નાટકની ટીકીટ મેળવવા distric by zomato ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે નાટકના નિર્દેશક રાજીવસિંહ દીનકર અને નિર્માતા વિવેકભાઇ ગુપ્‍તા તેમજ બાજુમાં હેમુ ગઢવી હોલના મેનેજર ભરતભાઇ સોલંકી નજરે પડે છે.

(2:56 PM IST)