News of Tuesday, 28th July 2026
સી.જે.પી. આંદોલનની સફળતા પાછળનો સંદેશ... ...આપ કે લોગ અબ આપ કે નહી રહે, સર?!!
મેને દેખા, તુને દેખા, તુને દેખા મેને દેખા, સબ ને દેખા, કયા દેખા, કયા દેખા? (કોઇ શક?)

બે દિવસ પહેલા પૂર્ણ થયેલુ કોક્રોચ જનતા પાર્ટીનું આંદોલન તેની સફળતા અને કેન્દ્ર સરકારના સરેન્ડર માટે વિશ્વભરના મિડીયામાં ધ્યાન ખેંચવામાં નોંધપાત્ર રીતે સફળ રહયુ તે વાતનો તો વ્યકિતપુજકો કે સતાધારીપક્ષના ચુસ્ત સમર્થકો પણ ઇન્કાર કરી શકે તેવી સ્થિતીમાં નથી રહયા.
ઉપરોકત વાકય એક હોલિવુડ ફીલ્મના હીન્દી વર્ઝનનું છે. જેમાં એક સત્તાધીશ પોતાના મહેલ બાજુ બેકાબુ લોકોના ટોળાને જોઇને પોતાના સેક્રેટરીને કહે છે કે ‘‘કુછ નહી હોગા, યે સબ તો મેરે લોગ હૈ'' પ્રત્યુતરમાં તેનો સેક્રેટરી ઉપરોકત ડાયલોગ બોલતો સંભળાય છે. હુબહુ આ જ પીકચરની ‘‘ટેગલાઇન''નું વાસ્તવિકરૂપ હાલમાં દિલ્હીમાં જોવા મળ્યુ.
આ આંદોલન ભલે સફળતાથી પૂર્ણ થઇ ગયુ, પણ જે નિશાની છોડતુ ગયુ, તે સતાધારી પક્ષ કે ખુદ માન.નરેન્દ્રભાઇ માટે શુભ સંકેતો નથી જ તે વાત સામાન્યજન પણ વિનાસંકોચે સ્વિકારી લે તેવો માહોૈલ છે. નીટની પરિક્ષાના પેપરલીક મામલે શરૂ થયેલુ આ આંદોલન સોનમ વાંગચુકના તેમાં પ્રવેશ અને પછી આમરણાંત ઉપવાસે બળવતર બનતુ જ ગયુ. અફસોસની વાત એ પણ છે કે ખુદ માન.નરેન્દ્રભાઇ અને તેમની સરકાર અને તેમા સામેલ ‘‘સ્વઘોષિત ચાણકયો?'' પણ પરિસ્થિતીને મુલવવામાં અને ‘‘ટેકલ એન્ડ હેન્ડલ'' કરવામાં ઉણા ઉતર્યાનો અહેસાસ આમ જનતાનો બહુમોટા વર્ગને છે તેમ માનવામાં કંઇ ખોટુ નથી.
લાખો વિદ્યાર્થીઓની મહેનત અને તેમના વાલીઓની સંતોષ અને આશા ઉપર પાણી ફેરવી દેનારી આ ઘટના દેશની રાજય સરકારો અને કેન્દ્ર સરકાર માટે પણ ‘રેડ લાઇન' સમાન છે. પ્રજાકીય લાગણી કે માંગણી સાથે ખીલવાડ કરવાનું કે અવગણના કરવાનું હવે રાજકીય પક્ષોને પરવડે તેમ નથી તે આ લડત પાછળનો સ્પષ્ટ મૌન સંદેશ છે. જે સંબધિતઓએ સમજવુ રહયું.
આ તકે એ અંગેનો નિખાલસ અભિપ્રાય આપવાનું મન થાય છે કે ‘ડેમેજ કંટ્રોલ' અને ‘સરેન્ડર' બંને વચ્ચેનો ભેદ બહુ સ્પષ્ટ છે. આ વિષયમાં આ શબ્દો કોણ કયાં ઉપયોગમાં લે છે તે મહત્વનું નથી. પણ એક વાત સ્પષ્ટ છે કે હવે પ્રજા પોતે જ અહિંસક રીતે અન્યાયનો પ્રતિકાર કરીને ધાર્યા પરિણામ લાવવાની સજ્જતા કેળવતી જાય છે.
વૈશ્વીક વાહવાહી, જે તે દેશના પારીતોષીકો, વિશ્વનેતાની ઇમેજ, પોતાના વ્યકિતત્વનો પરાણે પ્રચાર દ્વારા હાઇવ આપવાના સુનિયોજીત પ્રયાસો આવા ખરા ટાણે કંઇ કામ લાગતા નથી તેમ નથી લાગતું ? (પોઇંટ ટુ બી નોટેડ યોર ઓનર) પ્રજાકીય લોકભિમુખ હોવાનો પ્રચાર અને ‘ગ્રાઉન્ડ બેઝ રીયાલીટી' વચ્ચેનું અંતર આ ઘટનાએ સાબીત કરી દીધુ છે.
દેશની અને આપણા ગુજરાતની વિકરાળ અને જાનલેવા (કાયદો વ્યવસ્થા, દારૂ, ડ્રગ્સના સંદર્ભે) સમસ્યાઓ હાજર સ્ટોકમાં છે. નેતાગીરી નોંધપાત્ર કામગીરી કરવાને બદલે સ્વપ્રસિધ્ધી અને ચાણકય હોવાના વ્હેમમાં મદમસ્ત હોય ત્યારે આવી ઘટના વહેલી મોડી બનવાની જ હતી.
હવે શાંત, અહિંસક આંદોલનકારીઓ ઉપર થયેલો ‘‘પેલેટગન''નો ઉપયોગ નવા વિવાદને જન્મ આપી ચુકયો છે તે સંજોગોમાં એ જાણવું રસપ્રદ રહેશે કે પેલેટ ગન આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધીત હથીયાર છે. પહેલા કાશ્મીરના પથ્થરબાજો ઉપર ઉપયોગમાં આવેલી પેલેટગન અગાઉ ઇઝરાયેલ અને બેલ્જિયમમાંથી આયાત થતી હતી. હાલમાં દેશમાં જ ડી.આર.ડી.ઓ. દ્વારા વિકસીત પેલેટગન બને છે.
હમણા જ મળતા અહેવાલો મુજબ આંદોલનકારીઓ ઉપર પેલેટ ગન ચલાવવાની જવાબદારી ‘‘રેપીડ એકશન ફોર્સ'' (RAF) એ સ્વકારી છે. તે એક સવાલ એ થાય છે આનો હુકમ આપનારાઓને કાશ્મીરના પથ્થરબાજો અને નિર્દોષ પ્રદર્શનકારીઓ વચ્ચેનો તફાવત નહી દેખાતો હોય ? અત્રે એ ઉલ્લેખનીય છે કે RAF સીધુ કેન્દ્રીય ગૃહમંત્રાલયના સિધા નિયંત્રણ નીચે કામ કરે છે.
છેલ્લી એક વાત :-
પેપરલીક અટકાવવાના મસમોટા નિર્ણયો અને તેની મસમોટી પબ્લીસીટી વચ્ચે ગુજરાત આયુર્વેદિક યુનિ.નું પેપર ફૂટી ગયાના અહેવાલો બહાર આવી રહ્યા છે તે સંજોગોમાં કોઇ કંઇ કહેવાની સ્થિતિમાં છે ?!!.(
(3:36 PM IST)










