તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 27th June 2026
મેટોડા જીઆઇડીસી પોલીસે નગરપીપળીયા ગામે જુગાર રમતા ૮ શખ્સોને ઝડપી લીધા

રાજકોટ,તા.૨૭: મેટોડા જીઆઇડીસી પોલીસે નગરપીપળીયા ગામે જાહેરમાં જુગાર રમતા ૮ પત્તા પ્રેમીને ઝડપી પાડયા છે. પોલીસે ૨૯ હજારની રોકડ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ મેટોડાના નગર પીપળીયામાં રમેશભાઈ કાનજીભાઈ રામાણીની વાડી બહાર લાઈટના અજવાળે જુગાર રમાઈ રહ્યો હોવાની હેડ કોન્સ.કળપાલભાઈ પરમારને બાતમી મળતા મેટોડા પોલીસની ટીમે દરોડો પાડી જુગાર રમતા મહેશ નાનજીભાઈ દોંગા, રાજેશ માવજીભાઈ રામાણી, રમેશ કાનજીભાઈ રામાણી, રશિક ગોરધન તારપરા, સંજય માવજીભાઈ રામાણી, કિશન છગનભાઈ ગઢિયા, અજય વલ્લભભાઈ તારપરા ,ભરત દેવશીભાઈ બાબરિયાને ઝડપી લઇ રૂ.૨૯ હજારની રોકડ કબજે કરી હેડ કોન્સ.હરેશભાઈએ વધુ તપાસ હાથ ધરી હતી
(11:24 AM IST)










